તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:રામપુરા પાસેની કેનાલમાં ડૂબેલા બંને યુવાનના મૃતદેહ ત્રીજા દિવસે મળ્યા

વાઘોડિયા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
વાઘોડિયા પાસેની રામપુરાની નર્મદા કેનાલમાં બે યુવાનોના મૃતદેહો જોવા મળ્યા હતા. - Divya Bhaskar
વાઘોડિયા પાસેની રામપુરાની નર્મદા કેનાલમાં બે યુવાનોના મૃતદેહો જોવા મળ્યા હતા.
 • વડોદરાના 3 મિત્રો તાડફળીનો ઓર્ડર આપી પરત આવતા હતા
 • પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે જરોદ રેફરલમાં મોકલી આપી

વાઘોડિયાના રામપુરા પાસેની નર્મદા કેનાલમાં બે દિવસ પહેલાં વડોદરાના 2 યુવાનો ડૂબી ગયા હતા. ભારે શોધખોળ બાદ શનિવારે બંનેની લાશ મળી આવી હતી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે જરોદ રેફરલ ખાતે મોકલી કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના ત્રણ મિત્રો તાડફળીનો ઓર્ડર આપી રિક્ષામાં પરત વડોદરા આવી રહ્યા હતા ત્યારે વાઘોડિયાના રામપુરા પાસે નર્મદા કેનાલમાં હાથપગ ઘોવા ઉતરતાં ભાવેશ નટુભાઈ પરમાર(18) નો પગ લપસ્યો હતો, તેને બચાવવા રાજેશ ઈશ્વરભાઈ માળી (27)એ કેનાલમાં ફૂદકો માર્યો હતો.

બાદ બંને મિત્રો કેનાલમાં ડૂબી જતાં ત્રીજા મિત્રે પોલીસને જાણ કરી હતી. ફાયર બ્રિગેડ બે દિવસ નર્મદા કેનાલ ખુંદી વળ્યું હતું. પરંતુ પત્તો લાગ્યો ન હતો. દરમિયાન શનિવારે ત્રીજા દિવસે ઘટના સ્થળથી એક કિમી દૂર રાયણતલાવડી પાસેથી રાજેશ માળીની અને 10 કિમી દૂર કુંમેઠા પાસે પાણીમાં ભાવેશ પરમારની તરતી લાશ મળી આવતાં પોલીસે મૃતદેહોને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે જરોદ રેફરલ મોકલી આપેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો