ધરપકડ:કિશોરી પર દુષ્કર્મ કરનાર ઝડપાયો, 2 સંતાનના પિતાએ પત્નીની હાજરીમાં જ કિશોરીને પીંખી નાખી હતી

વાઘોડિયા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાઘોડિયા પોલીસે ગણતરીના કલાકોમાં ગામની સીમના ખેતરમાંથી પકડી લીધો

વાઘોડિયાના એક નાનકડા ગામમાં 12 વર્ષની કિશોરીને ફળિયામાં રહેતા બે સંતાનના પિતાએ પોતાની લિવ ઇન રિલેશનમાં રહેતી પત્નીની હાજરીમાં જ પીંખી નાંખી હતી. બાદ ઈજાગ્રસ્ત કિશોરીને છોડી જનાર સુરેશ રાઠોડિયા(30)ને પોલીસે ગણતરીના કલાકોમાં જ ગામના ખેતરમાંથી શોધી કાઢ્યો હતો. વાઘોડિયા તાલુકાને શર્મશાર કરતી દુષ્કર્મની ઘટનાએ ચકચાર મચાવી છે. તાલુકાના નાનકડા ગામમા શ્રમજીવીની દીકરી બપોરે સાંજની રસોઈ માટે તુવેરની દાળ ખરીદી પરત ફરી રહી હતી ત્યારે ફળિયામાં રહેતા બે સંતાનના પિતા સુરેશ રાઠોડિયાએ કિશોરીને મીઠી સોપારીની પડીકી લાવી છે? તેમ પૂછી પોતાની પાસે બોલાવી હતી.

બાદ એકલતાનો લાભ લઈ તેનું મોઢું દબાવી બકરા બાંધવાના વાડામાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. કિશોરીને રક્તસ્ત્રાવ થતાં તેને છોડી સુરેશ ફરાર થયો હતો. કિશોરીની તબિયત લથડતાં તેને હોસ્પિટલ ખસેડાઈ હતી. ફળિયામાં જ રહેતા શખ્સને કિશોરી ફૂવા કહેતી હોવા છતાં નરાધમને લાજ ન આવી ને પોતાની લિવ ઇન રિલેશનશિપમાં રહેતી પત્નીની નજર સામે જ તેને પીંખી નાંખી હતી.

સુરેશના આ કૃત્યથી શોખ પામેલી તેની પત્નીએ ભોગ બનનાર પરિવારને સુરેશ સામે જે કંઈ પગલા લેવા હોય તે લે તેમ કહી હાથ ખંખેરી નાંખ્યા હતા. જોકે દુષ્કર્મી સુરેશને પોલીસે ગણતરીના કલાકોમાં સીમના ખેતરમાંથી ઝડપી પાડ્યો હતો. તેનો કોરોના નેગેટિવ આવતાં પોલીસે તેની ધરપકડ કરી મેડિકલ ચેકઅપ હાથ ધર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...