કામગીરી:વાઘોડિયા ગ્રામ પંચાયતને ગંદકી મુદ્દે TDO દ્વારા નોટિસ ફટકારાઈ

વાઘોડિયા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાઘોડિયાના દરેક વિસ્તારમાં પુરતી સાફસફાઈ થાય તેની તકેદારી રાખવા જણાવ્યું

વાઘોડિયા ગ્રામ પંચાયતને ગંદકી દૂર કરવામાં બેદરકારી દાખવા બદલ તાલુકા વિકાસ અઘિકારીએ નોટિસ ફટકારી છે. વાઘોડિયા ગ્રામ પંચાયતના ત.ક.મંત્રી અને સરપંચ તરીકેનો હોદ્દો ધરાવવાની સ્થાનિક સત્તા મંડળ પાસે છે. જે મુજબ કમિટીએ ગ્રા.પં.નાં નિતી નિયમોનું પાલન કરવાનુ હોય છે. પરંતુ છેલ્લા 3 માસ ઉપરાંતથી માડોધર રોડ, બસ ડેપો પાસે વિસ્તાર, પોલીસ મથક બહારની ગંદકી, ડભોઈ વાડી નહેર, વાઘનાથ મહાદેવ મંદિર પાસે જીઆઈડીસી જવાના રોડ પર તેમજ ખંધા રોડ પર જાહેરમાં નંખાતો કચરો જોવા મળે છે અને તેના કારણે પશુઓ અને શ્વાનો રખડતા હોઇ અકસ્માતના કિસ્સાઓ વધે છે.

કોરોનાની ત્રીજી લહેર અને ડેન્ગ્યૂ, ચીકનગુનીયા, મેલેરીયા સહિત વાયરલ ઈન્ફેક્શન જેવો રોગચાળો વકરી રહ્યો છે. સાફ સફાઈના અભાવની ઝાંખી રૂબરૂ TDOએ જોતા વાઘોડિયા ગ્રામ પંચાયતને નોટિસ ફટકારી છે. સાફ સફાઈનો ખર્ચ માસિક રૂપિયા 4થી 5 લાખ જેટલો ગ્રામ પંચાયત કરે છે. તેમ છતાં ગદંકી જોવા મળેલ છે. જે બાબતે ત.ક.મંત્રી, સરપંચ તથા સદસ્યોને સ્પષ્ટ સૂચના આપી નોટિસ ફટકારી ગામના દરેક વિસ્તારમાં પુરતી સાફસફાઈ થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું.

તાલુકા પંચાયતે અગાઉ સફાઈ માટે વારંવાર મૌખિક તેમજ લેખિત સૂચના આપવા છતાં પુરતી સાફ સફાઈ કરાવી નથી. જેથી જાહરે આરોગ્ય સાથે ચેડા કરી લોકોના આરોગ્ય સામે જોખમ ઉભુ કરવામાં આવતા ગુ.પં.અધિ.1993ની કલમ-99 હેઠળ ગ્રા.પં.ની પ્રાથમિક ફરજમાં આવવા છતા સદંતર બેદરકાર અને નિષ્ફળ સાબિત થતા દિન-3માં ખુલાસો કરવા તાકિદ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...