વાઘોડિયા તાલુકાના જરોદ ગામે સિટી સર્વે નં 194 વાળી 551.25 ચો.મી વાળી વિવાદિત જમીન જરોદ ગ્રા.પંચાયતની હોવા છતાં જે તે સમયના સરપંચ (હાલના ભાજપના તા.પં.સદસ્ય) વનરાજસિંહ કરણસિંહ ચૌહાણ અને એના જ કુંટુબના તલાટી કમ મંત્રી મિતેષ બેચરભાઈ ચૌહાણની મિલીભગતથી પંચાયતની જગ્યા પચાવી પાડવા પોતાના કુંટુબીઓને વારસદાર બનાવી 20 લાખનો વેચાણ દસ્તાવેજ કરવાના કૌંભાડની તપાસ બાદ ગેરરીતિ આચનાર તલાટી કમ મંત્રી મિતેષ ચૌહાણને જિલ્લા વિકાસ અઘિકારીએ ફરજ મોકુફ કરવા વાઘોડિયા ટીડીઓને હુકમ કર્યો છે.
જરોદ પં.ની સર્વે નં.194 વાળી 551.25 ચો.મીની જગ્યા ગ્રામ પંચા.ની માલિકીની છે.પરંતુ 18 નવે.2016ના રોજ જે તે સમયના સરપંચ વનરાજસિંહ ચૌહાણે ગ્રામ પંચા.ની મુદ્દત પુરી થવાના બે માસ પહેલાં આ જગ્યાનો ઠરાવ પ્લાનિંગથી કરી તલાટી મિતેષ ચૌહાણ સાથે મળી પોતાના જ કુંટુબના 11 નામો દાખલ કરી વારસદાર બનાવી પંચા.નંુ નામ કમી કરી ચંદુભાઈ ચૌહાણના વારસદારોનંુ નામ સમાયાંતરે દાખલ કરી દીધંુ હતું. બાદ વેચાણમાં તબદિલ કરતાં ગંભીર ગેરરીતિ સરપંચ તલાટીએ જાણી જોઇને કરી હોય તેવંુ સ્પષ્ટ અધિકારીને ફલિત થતાં શિક્ષાત્મક પગલા ભરાયા છે.
જોકે જરોદ ગ્રામ પંચા.માં આ વિવાદિત જગ્યા અંગે અનેક ફરિયાદો વર્ષોથી ઊઠી હતી. જે અંતર્ગત 21-3-22ના ડીડીઓના અહેવાલ અને સંબધિત પુરાવાને લઈ તલાટી મિતેષ ચૌહાણ સામે પગલાં ભરવા દરખાસ્ત કરાઈ હતી. સાધનિક કાગળો અને અન્ય માહિતી ચકાસતાં ગંભીર બેદરકારી સામે આવી હતી. જરોદ પંચાયતમા 1-12-74ના વર્ષમાં પંચાયતની જમીન 3 વર્ષના ભાડા પેટે બોડેલીના જીવરામભાઈ પટેલને સો મીલ ચલાવવા અપાઈ હતી.જેનો માલિકી હક્ક પંચાયત પાસે હતો. નવા બાંધકામની પરમિશન માટે ભાડે રાખનાર પટેલે મંજૂરી માગતાં મળી ન હતી. જે બાદ વિવાદ સમિતીમાં પહોંચતાં 16-9-92માં મંજૂરી રદ કરાઈ હતી.
જોકે સરપંચ તલાટીની મિલીભગતથી ચૌહાણ પ્રતાપસિંહને કબજેદાર તરીકે પ્રવેશાઈ 8-12-2014ના રોજ વેરા પાવતી મેળવી હતી. પંચાયત ધારા પ્રમાણે સ્થાવર મિલકતને યોગ્ય સત્તાધિકારીની પૂર્વ મંજૂરી વગર વેચાણ કે ઠરાવને ગેરકાયદે ગણાય. છતાં આકારણી રજિ.માં મિલકતને જરોદ પંચાયતની હોવા છતાં ઠરાવના આધારે 5-10-2001ના રોજ પંચાનું નામ કમી કરી ખોટંુ સનદ બનાવી ચંદુભાઈ ચૌહાણનંુ નામ દાખલ કર્યુ હતંુ. બોગસ સનદમાં કોઈ અઘિકૃત અધિકારીનો સહિ સિક્કો પણ ન હતો.
આ ખોટો રેકર્ડ ઊભો કરી 2005ના રેકર્ડનો આધાર બનાવી 2016માં ઉપસ્થિત કરી યોજનાબદ્ધ રીતે કુંટુબને ગ્રામ પંચા.ની જગ્યાના માલિક બનાવવાના ઈરાદે પંચાયત જરોદની માલિકી રદ કરી હતી. ઓગસ્ટ 2020માં આ જમીનનો 20 લાખનો દસ્તાવેજ કરી ખોટો રેકર્ડ ઊભો કરી પંચા.ની જગ્યા હડપ કરવા બદલ ડીડીઓએ શિસ્તભંગ અને હોદ્દાનો દુરુપયોગ કરવા બદલ ફરજ મોકૂફનો હુકમ કર્યો હતો.
જમીન પચાવવા ઊભા કરેલ વારસદારો
(1) પ્રતાપભાઈ ચંદુભાઈ ચૌહાણ(2) કરણસિંહ ચંદુભાઈ ચૌહાણ(3) સ્વરુપ બેન ચંદુભાઈ ચૌહાણ(4)દિલીપભાઈ ચંદુભાઈ ચૌહાણ(5) મનોજ ચંદુભાઈ ચૌહાણ (6) લીલીબેન બચુરભાઈ ચૌહાણ(7) હેમાબેન વિજયભાઈ ચૌહાણ(8)ભુમીબેન વિજયભાઈ ચૌહાણ(9) મિતેષ બેચરભાઈ ચૌહાણ( તલાટી)(10) નિરુબેન બેચરભાઈ ચૌહાણ(11) કૈલાસબેન ચૌહાણ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.