હુમલો:વાઘોડિયામાં સફાઈ મામલે સફાઈ કામદારો-ગ્રામજન વચ્ચે ઘમાસાણ

વાઘોડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં ગટર, દૂષિત પાણી મુદ્દે આક્ષેપબાજી
  • ટીડીઓએ નિર્દેશોનું પાલન થાય તેવી સ્પષ્ટ સૂચના આપી

વાઘોડિયા ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં સફાઈ મુદ્દે ગ્રામજનો અને સભ્યો વચ્ચે આક્ષેપબાજી થતાં હોબાળો મચ્યો હતો. સફાઈને લઈ ઉદાસીનતા દાખવતાં સભ્યો અને જવાબદાર સરપંચ તલાટીનો ગ્રામજનોએ ઊઘડો લેતાં સભામાં હંગામો મચ્યો હતો. વાઘોડિયામાં લોકોની રજૂઆત ગ્રામ પંચાયત સાંભળવા છતાં તે અંગેની કામગીરી ન કરાતા હોવાની ફરીયાદો તાલુકા વિકાસ અઘિકારીને મળતા તેવો લોકોની સીધી રજુઆત સાંભળી શકે તે માટે સામાન્ય મિટીંગ ગ્રામજનોની હાજરીમા આયોજન કરાઈ હતી. જેમાં મુખ્ય મુદ્દાઓને પ્રાથમિક્તા આપવા અને સમસ્યાના સચોટ નિરાકરણ માટે વાઘોડિયા તાલુકા વિકાસ અઘિકારી કાજલબેન આંબલીયાના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજનમાં સરપંચ, તલાટી, સભ્યો અને ગ્રામજનો સહિત શરુ કરાઈ હતી. મિટીંગમા એક પછી એક ગ્રામજનોની સમસ્યા સાંભળવામા આવી હતી.

મિટીંગમા મુખ્યત્વે સ્વચ્છતા, ઊભરાતી ગટર અને તળાવમા છોડાતા દુષીતપાણી મુખ્ય મુદ્દાઓ રહ્યા હતા.પરંતુ આ અંગે અનેક ગ્રામજનોએ રજુઆત કરતા સામાન્ય સભામા કોલાહોલ શરુ થયો હતો. સાથે જ રજુઆત ઊગ્રતા સાથે કરવામા આવતા સભામા હાજર સરપંચ, તલાટી અને સભ્યો સામે ગ્રામજનોએ આક્ષેપ પ્રતી આક્ષેપોનો મારો શરુ કર્યો હતો. ટીડીઓને આક્ષેપો સાંભળવા કે સમસ્યા? તે પણ વિમાસણમા પડ્યા હતા. ગ્રામ પંચાયતના 44 જેટલા સફાઈ કર્મચારીઓ છે. છતા ગામમા ગંદકીનુ સામ્રાજ્ય જોવા મળે છે.

આ સંદર્ભમાં સફાઈ કામદારોએ પોતાને પુરતા પ્રમાણમાં સાધનો પંચાયતે ઉપલબ્ધ ન કરવાના કારણે આ સ્થીતીનુ નિર્માણ થયાનો આક્ષેપ ગ્રામ પંચાયત પર લગાવ્યો હતો. સાથે જ સફાઈ બાદ લોકો દ્વારા જાહેરમાર્ગો પર વારંવાર કચરો નાંખવાથી સ્વચ્છતાનો અભાવ સર્જાય છે.

અન્ય સમાચારો પણ છે...