તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ આંદોલન:વાઘોડિયાના ખેડૂતોનુ કૃષિ આંદોલન અને ભારતબંધના આંદોલનને સમર્થન

વાઘોડિયા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
કોંગી કાર્યકરો-ખેડૂતોએ મામલતદારને આવેદન આપ્યું હતું. - Divya Bhaskar
કોંગી કાર્યકરો-ખેડૂતોએ મામલતદારને આવેદન આપ્યું હતું.
 • કોંગ્રેસી કાર્યકરો અને ખેડૂતો દ્વારા મામલતદારને આવેદન

વાઘોડિયા કોંગ્રેસી કાર્યકરો અને ખેડૂતોએ કૃષિ આંદોલન અને ભારત બંધના અંદોલનને સમર્થન આપતા આવેદનપત્ર સાથે વાઘોડિયા શહેર પ્રમુખ ભાવેશ પટેલની આગેવાનીમાં સૂત્રોચાર સાથે ભારતમાં એપીએમસી એક્ટ હટાવવા બાબતે મામલતદાર કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. સમગ્ર ભારતમાં સરકાર દ્વારા લાદવામાં આવેલ એપીએમસી એક્ટને હટાવવા અન્ય રાજ્યના ખેડૂતોએ આંદોલન ઉગ્ર બન્યું છે. ત્યારે તેના પ્રતિસાદરૂપે ગુજરાત રાજ્યમાં પણ કોંગ્રેસ વિરોધ પક્ષે આ આંદોલનને યોગ્ય ઠેરવી એપીએમસી એક્ટ પરત લેવા સરકારને ઘેરવાના પ્રયાસના ભાગરૂપે સોમવારે વાઘોડિયામા કોંગ્રેસ શાશીત એ.પી.એમ.સી બંધ રાખવાની ઘોષણા કરી હતી.

સાથે જ ગુજરાત એપીએમસી એક્ટથી ખેડૂતો પાયમાલ થશે. તેવી શંકા વ્યક્ત કરતા વાઘોડિયા કોંગ્રેસ સમીતીના ભાવેશ પટેલે સરકારની હિટલરશાહી સામે ભારતબંધ તથા ખેડૂત આંદોલનને સમર્થન આપતા વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવી ખેડૂતોને ન્યાય આપવા અરજ કરી હતી. આટલા દિવસથી ચાલતા આંદોલનને સરકાર માત્ર નાટક જ હોવાનું જણાવી ખેડૂતો સાથે આતંકવાદી હોય તેવું વર્તન કરી રહ્યાનો આક્ષેપ લગાવી રોષ ઠાલવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો