તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:રવાલની સીમમાં પ્રેમીપંખીડાનો ઝેરી દવા ગટગટાવી આપઘાત

વાઘોડિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃતદેહ પાસેથી ઝેરી દવાની બોટલ પોલીસે કબજે કરી

વાઘોડિયાના કછાટીયાપુરાનો યુવાન રાજેશભાઈ જ્યંતીભાઈ વસાવા ઊમર 28 વર્ષ પોતાના છગડામા રોજ મુસાફરી કરતી ITM કોલેજમા નર્સીંગના ત્રીજા વર્ષમા અભ્યાસ કરતી મુળ ગરુડેશ્વરની યુવતી જ્યોત્સનાબેન શુરેશભાઈ તડવી ઊંમર 32 વર્ષ સાથે પ્રેમ સંબઘ બંઘાયો હતો. બંન્ને એકબીજા વગર જીવી કે રહિ શક્તા ન હતા. પરંતુ બંન્ને પરણીત હોવાના કારણે જીવનભર સાથે રહિ શકવાના ઓરતા અઘુરા રહેશે તેવુ લાગતા યુવક અને યુવતીએ રવાલની સિમમા જઈ સાથે ઝેરી દવા ગટગટાવી જીવન ટુકાવ્યુ હતુ.

મરણ જનાર યુવાન ચાર પુત્રીનો પિતા હતો. જ્યારે યુવતી બે પુત્રની માતા છે. કોરોના કાળમા ઘરે ચાલી ગયેલી યુવતી કોલેજ શરૂ થતા ફરી વાઘોડિયા આવી ભાડાના મકાનમા રહેતી હતી. પ્રેમી પંખીડાઓએ ગુરુવારે રવાલની સિમમા કોઈ કારણોસર એક સાથે ઝેરી દવા પી અપઘાત કરી લેતા ચકચાર મચી છે.

બંન્નેના મૃતદેહ પાસે ઝેરી દવાની બોટલ પણ પોલીસે કબ્જે લિઘી છે. યુવક યુવતીએ લિઘેલા આ પગલાથી પરિવારના બાળકો નોંઘારા બન્યા છે. ખેતર માલીકે પોતાના ખેતરમા બે મૃતદેહ જણાતા વાઘોડિયા પોલીસને જાણ કરી હતી. પોલીસે યુવક યુવતીના મૃતદેહને જરોદ રેફરલ હોસ્પિટલ પોસમોર્ટમ માટે મોકલી આપી મરણજનારનાર પરિવારને જાણ કરી હતી. જોકે મૃતદેહો પાસેથી અપઘાત અંગે કોઈ પણ સુસાઈટ નોટ પોલીસને મળી નથી.

અન્ય સમાચારો પણ છે...