તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:વાઘોડિયા-તવરા રોડ સામેની ઝાડીઓમાં ઓચિંતી આગ લાગતા અફરાતફરી મચી

વાઘોડિયાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઘાસ-ઝાડીઓના કારણે આગ વધુ ફેલાઈ
 • ફાયર ફાઈટરોએ આગ પર કાબૂ મેળવ્યો

વાઘોડિયા તવરા રોડ પર આવેલ ગેલ ઈન્ડીયાના સબ સ્ટેશન પાસે તવરા રોડની સામે આવેલી ઝાડીઓમા કોઈ કારણસર અચાનક આગ લાગતા લોકોનો જીવ પડીકે બંઘાયા હતા. ઘાસ અને ઝાડીઓના કારણે આગ વઘુ ફેલાઈ હતી. ગેસ સબ સ્ટેશન નજીક હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી દહેશત લોકોમા ફેલાતા અફરાતફરી મચી હતી.

આગના ઘુમ્માડાના ગોટેગોટાથી વાતાવરણ ધુંધળું થઈ જતા વાહનચાલકોની વિઝિબીલીટી ઘટી હતી. ગેલ ઈન્ડીયાના ફાયટરોએ મોરચો સંભાળી રોડ પર અવરજવર બંધ કરી દેવાઈ હતી. 1 કલાકમાં અગ્નીશામક દળના બંબાઓએ આગ પર સતત પાણીનો મારો ચલાવી આગપર સંપુર્ણ કાબુ મેળવ્યો હતો. આગ કાબુમા આવતા તંત્રે રાહતનો શ્વાસ લિઘો હતો. વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી વાહન વ્યવહાર પુન: શરૂ કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો