માંગણી:જરોદમાં વિવાદિત બિલ્ડિંગ મામલે લેંન્ડ ગ્રેબિંગ દાખલ કરવા રજૂઆત

વાઘોડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી જગ્યાને બારોબાર વેચી મારનાર કૌંભાડીઓ સામે ગ્રામજનોમાં આક્રોશ
  • કોઈ પ્રકારના ખાતાકીય પગલા નહિ ભરાતાં ગ્રામજનોની રજૂઆત

જરોદ ગ્રામ પંચાયતની માલિકીની જગ્યા પર પૂર્વ સરપંચ અને પિતરાઈ તલાટી મિતેશ ચૌહાણનો ગેરકાયદેસર કબજો કરી દુકાન વેચવાના કૌભાંડ કરનાર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવા તાલુકા વિકાસ અધિકારીને ગ્રામજનોએ રજૂઆત કરી હતી. જરોદ ગ્રામ પંચાયતની સર્વે નં 194 વાડી જમીનપર ખોટા પુરાવા ઊભા કરી પૂર્વ સરપંચ વનરાજ ચૌહાણ અને તેના પિતરાઈ ભાઈ મિતેષ ચૌહાણ સામે કાયદેસરની કાર્યવાહી કરી લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધવા તાલુકા વિકાસ અઘિકારી અને જિલ્લા વિકાસ અઘિકારીને રજૂઆત ગ્રામજનો દ્વારા કરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે ખોટા સનદ અને દસ્તાવેજી પુરાવા ઊભા કરી પંચાયતની જગ્યામાં ગેરકાયદેસર કબજો કરવાના કાવતરામાં પહેલાં જ તલાટી મિતેષ ચૌહાણને સસ્પેન્ડ કરાયો છે. પરંતુ પૂર્વ સરપંચ અને હાલના તાલુકા પંચાયત સદસ્ય વનરાજસિંહ ચૌહાણ સામે કોઈ પણ પ્રકારના ખાતાકીય પગલા નહિ ભરાતાં ગામના આગેવાન યુવકોએ તમામ મિલીભગત આચરનાર લોકો સામે કાયદેસરના પગલા ભરી તેઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંઘવા પીજી પોર્ટલ અને સીએમ પોર્ટલ પર ઓન લાઈન ફરિયાદ કરી ટીડીઓ અને ડીડીઓને લેખિતમાં રજૂઆત કરી હતી.

જો કે ઊભા કરાયેલ ગેરકાયદેસર બિલ્ડિંગને ગ્રામ પંચાયત હસ્તક લેવાની કામગીરી કરવાની હિલચાલ તંત્રે શરૂ કરી છે. પરંતુ બારોબાર સરકારી જગ્યાને વેચી મારનાર કૌંભાડીઓ સામે કોઈ પગલા નહિ ભરાતાં ગ્રામજનોમાં આક્રોશની લાગણી ઊભી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...