તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગ:બજારમાં ગેરકાયદે દબાણો દૂર કરવા ગ્રામ પંચાયતને રજૂઆત

વાઘોડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાઘોડિયાના બજારમાં દબાણો દૂર કરવા વેપારીઓ દ્વારા માગ
  • ટ્રાફિકજામને કારણે સિટીબસ સેવામાં પણ ઉભો થતો અવરોધ

વાઘોડિયા ગ્રામ પંચાયતમાં ગુરુવારે વેપારીઓએ ગેરકાયદેસર દબાણો દુર કરવા ઊગ્ર રજુઆત બાદ વાઘોડિયા ગ્રામ પંચાયતે દબાણો હટાવવા વાઘોડિયા પોલીસની મદદ માંગી હતી. વાઘોડિયામા ટ્રાફિક સમસ્યાની દિનપ્રતીદીન માથાનો દુખાવો બની રહિ છે. જયઅંબે ચોકડી પાસે ટ્રાફિક પોઈન્ટ હોવા છતા ટ્રાફિકજામ યથાવત્ રહે છે. જયઅંબે ચાર રસ્તા પાસે રોડપર લારી પથારાવાળા ગેરકાયદેસરનો કબ્જો જમાવી ટ્રાફિકને અડચણ રુપ બને છે. ઊપરથી ખાનગી વાહન ચાલકો આડેધડ પાર્કીંગ કરી દેવા છતા ટ્રાફિકશાખા આંખ આડા કાન કરે છે.

મુખ્ય બજારમાં દુકાનો બહાર દુકાનદારોજ પથારા, લટકણીયા લગાડી રાહદારીઓને અડચણ ઊભી કરે છે. ટ્રાફિકજામને કારણે ટાઊનમાં સીટીબસ સેવામાં પણ અવરોઘ ઊભો થાય છે. ગ્રામ પંચાયત બહાર પંચાયતની જગ્યામા કંમ્પાઊન્ડ બનાવી ગ્રામ પંચાયતોના વાહન ઊભા કરવા શેડ બનાવેલ છે. સાથે જ શબવાહિનીની જાળવણી થાય તે માટે પાર્કીંગ વ્યવસ્થા ઊભી કરાઈ છે. પરંતુ પંચાયતની બહાર લારીવાડા, ફેરીયાઓ અને પથારાવાળાના દબાણો છેક લાઈબ્રેરી સુઘી જોવા મળે છે.

તેજ પ્રમાણે જયઅંબે ચાર રસ્તાથી ડેપો સુઘીનો માર્ગપર આડેધડ પાર્કીંગ કરી ટ્રાફિક સમસ્યા ઊભી કરનાર તત્વો સામે પગલા ભરવા વાઘોડિયા ગ્રામ પંચાયતે વાઘોડિયા પોલીસમા લેખીત માંગ કરી ટ્રાફિક સમસ્યા નિવારણ અને ગેરકાયદેસર દુકાનો બહાર પથારા, લટકણીયા સહિત ટ્રાફિક અડચણરૂપ પાર્કીંગ સામે વાંઘો ઊઠાવી સમસ્યા નિવારવા મદદ માંગી છે. બિનજરૂરી લારી પથારાને દુર કરી દબાણ કરનારા સામે તંત્ર દંડકીય પગલા ભરે તો પ્રજાને પડતી હાંલાકી નિવારી શકાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...