વાઘોડિયાના વિસ્તારોમાં પણ કોરોનાએ હાહાકાર મચાવતા વિદ્યાર્થીઓ ચીંતામા મુકાયા છે. એક તરફ સરકાર કોરોનાની ત્રીજી લહેર સામે સજ્જ થઈ તૈયારીઓ શરુ કરી છે. તો બીજી તરફ 1થી 9ના શાળાના વર્ગો ફરજિયાત બંઘ કરી ઓનલાઈન શિક્ષણ શરુ કરવાના આદેશ સરકારે આપ્યા છે. બીજી તરફ શાળાઓમા રાજ્યભરમા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમીત બની રહ્યા છે. ત્યારે પારુલ યુનિવર્સીટી કેમ્પસ હોસ્ટેલના વિદ્યાર્થીઓ સંક્રમીત થતા હોમ કોરેનટાઈન કરાયા છે.
આ કારણે હજારો વિવિધ ફેકલ્ટીના વિધ્યાર્થીઓએ આજે ઓફ લાઈન શિક્ષણનો બહિષ્કાર કરી ફેકલ્ટીમા ભારે હોબાળો કર્યો હતો. એડમીનીસ્ટર બ્લોક બહાર ટોળુ વળેલા વિદ્યાર્થીઓને કેમ્પસમા વિરોઘ કરતા અટકાવવા યુનિવર્સીટીના સિક્યોરીટી ગાર્ડે રોક્યા હતા. જેના કારણે સિક્યોરીટી ગાર્ડ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણના બનાવો બન્યા હતા. હોબાળાના પગલે વિદ્યાર્થીઓને કંટ્રોલ કરવા અને સમજાવવા સત્તાઘિશો દોડી આવ્યા હતા.
બીજી બાજુ પારુલ યુનિવર્સીટીના સત્તાઘીશો પાસે યુનિવર્સીટીમાં ઓફ લાઈન શિક્ષણ બંઘ કરવા કોઈ પરીપત્ર પાઠવામા આવ્યો નથી, કે ન કોઈ નવી ગાઈડ લાઈન બહાર પાડી છે. જેના કારણે જ્યાં સુધી સરકારનો કોઈ પરીપત્ર આવે નહિ ત્યાં સુઘી ઓફ લાઈન શિક્ષણ ચાલુ રહેશે. જોકે વિદ્યાર્થીઓ અને સિક્યોરીટી ગાર્ડને ઘર્ષણ મુદ્દે કોઈજ પ્રકારની પોલીસ ફરીઆદ કે નોટીસ કોઈ પણ વિદ્યાર્થી અથવા પ્રતિનિધિને પાઠવવામાં આવી હોય તેવુ બનેલ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.