તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફોલ્ટ મળતો જ નથી:વાઘોડિયાની પરિશ્રમ સોસાયટીના રહીશોને બે મહિનાથી પાણીના ફાંફાં

વાઘોડિયા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરસીસી રોડને વારંવાર તોડવા છતાં નિષ્ણાતોને ફોલ્ટ મળતો જ નથી

વાઘોડિયા હાઈસ્કુલ સામે આવે માડોધર રોડ વિસ્તારની પરિશ્રમ સોસાયટીમા છેલ્લા બે મહિનાથી પીવાના પાણી માટે રહિશોને વલખા મારી રહ્યા છે. સોસાયટી નજીક વાઘોડિયા ગ્રામ પંચાયતે લાખો રૂપિયાની નવીન પાણીની ટાંકી બનાવી છે. છતા પણ રહીશોની હાલત પીવાના પાણી માટે દિનપ્રતીદિન કફોડી બનતી જાય છે.

સોસાયટીની મહિલાઓએ વારંવાર વાઘોડિયા ગ્રામ પંચાયતમાં અનેકવાર રજૂઆત કરવા છતાં પણ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી. જેથી થોડા દિવસો પહેલા ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ એક કાર્યક્રમમાં ઉદ્ઘાટન કરવા માટે આવ્યા હતા. ત્યારે પરિશ્રમ સોસાયટીની મહિલાઓએ ધારાસભ્યને રજૂઆત પણ કરી હતી.

જોકે વાઘોડિયા ગ્રામ પંચાયત દ્વારા સોસાયટીમાં આરસીસી રોડ તોડી 8થી 9 જગ્યાએ ખાડા ખોદવાની કામગીરી કરી ફરી પુરી દેવાય છે. પાછા નવા ખાડા ખોદાય છે. પરંતુ પાણીનો પ્રશ્ન હલ થતો નથી. છેલ્લા બે મહિનાથી સોસાયટીના રહીશો પાણી વિના તરફડી રહ્યા છે. ત્યારે લાખો રૂપિયાની બનાવેલી પાણીની ટાંકી નજીક હોવા છતાં પણ રહીશોને તરશે રહેવાનો વખત આવ્યો છે. ગ્રામ પંચાયત દ્વારા આર.સી.સી. રોડને અનેક જગ્યાએ તોડી પાડીને પાઈપોનું એનાલિશીષ કરી પુન ઢાંકી દેવાય છે. છેલ્લા 15 દિવસથી આડેધડ ખાડા ખોદિને આરસીસી રોડની દુરદશા કરી નાંખી છે. છતા ગ્રામ પંચાયતના નિષ્ણાંતોને ફોલ્ટ મડતો નથી. ઉપરથી પાણીની સમસ્યા તેમની તેમ રહિ છે.

આરસીસી રોડ તૂટતા ચોમાસા વઘુ એક સમસ્યા વેઠવાનો વખત આવશે. સોસાયટી મુંજવણમાં છે કે પાણી રહિશોને મળશે કે રોડથી પણ હાથ ઘોઈ નાંખવા પડશે. આખરે વાઘોડિયા ગ્રામ પંચાયતનો અણઘડ વહિવટ કે પછી જાનીજોઈને રહિશોને ગ્રામ પંચાયત સતાવી રહિ છે. તે પણ એક પ્રશ્ન છે. પાણીની માંગને લઈ મહિલાઓ ગ્રામપંચાયત સામે રણચંડી બનવાનુ વિચારી રહિ છે. પાણીની સમસ્યા માટે ધારાસભ્યને પણ 10 દિવસ પહેલા રજૂઆત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...