આક્ષેપ:રવાલ પંચાયતે ગામની જર્જરિત મિલકત તોડી પાડ્યાનો આક્ષેપ

વાઘોડિયા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા કક્ષાએથી અધિકારી તમામ ચોક્કસાઈ કર્યા બાદ યોગ્ય નિર્ણય લેશે : DDO

વાઘોડિયા તાલુકાના રવાલ ગ્રામ પંચાયત સામે વિકાસના કામોમાં ગેરરીતિ થયાના આક્ષેપ સાથે વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારીને અરજી કરવામાં આવી હતી. જે મુજબ રવાલ ગ્રામ પંચાયતમાં કછાટીયાપુરા અને ગ્રામ પંચાયત ઓફિસ પાસેના રોડમાં માટી પુરાણ, તળાવ પાસે ઝાડવા કપાવવા, ગ્રામ પંચાયત ઓફિસ લાઇબ્રેરી તોડી પાડી ગ્રામ પંચાયતે કોઈપણ પ્રકારની R&Bની મંજૂરી મેળવ્યા વગર તોડી પાડયાનો ગંભીર આક્ષેપ સાથે તાલુકા વિકાસ અધિકારીને અરજી કર્યા બાદ અરજદારે RTI અંતર્ગત માહિતી માગી હતી.

જે અંતર્ગત ગામના કેટલાક લોકો DDOને લેખિતમાં ગામમાં ઘણા વર્ષોથી વિકાસના કામોથી વંચિત રહીશોને હાલ ચાલી રહેલા વિકાસના કામોથી કોઈપણ પ્રકારનો વાંધો ન હોવાનો ઊલ્લેખ કરી 30 જેટલા લોકોએ તાલુકા વિકાસ અઘિકારીને સરપંચ કલ્પેશ પટેલના સમર્થમા હોવાનો રાગ આલાપી ડિમોલેશનના હોય કે વિકાસના બધા જ કામો યોગ્ય થયા હોવાની વાત કરી હતી. લાઇબ્રેરી ઘર જર્જરિત હતું. બાજુમાં શાળા હોઈ કોઈ બાળક સાથે ઘટના ન બને તેથી ગ્રામજનો રજૂઆત લઈ ડિમોલેશન કરાયું છે. આ પ્રકારની માહિતી માટે અઘિકારીઓને અરજી કરાતી હોવાની વાત ભારપૂર્વક કરી હતી. ત્યારે અરજદારે કરેલ અરજી અને RTI અંગેની માહિતી માટે તાલુકા કક્ષાએથી અધિકારી તમામ પ્રકારની ચોક્કસાઈ કર્યા બાદ યોગ્ય નિર્ણય લેશે તેમ તાલુકા વિકાસ અઘિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...