વાઘોડિયા તાલુકાના રવાલમાં આવેલ ગ્રૂપ પ્રાથમિક શાળાને ગાયકવાડી શાસનના 115 વર્ષ વિતી જતા જર્જરિત બની છે. ગમે ત્યારે તૂટી પડી કાટમાળમાં ફેરવાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અન્ય 40 વર્ષ જૂના પાકા બાંધકામના સીલીંગના પ્લાસ્ટર પોપડા ખરી પડતા સળિયાઓ દેખાવા લાગ્યા છે.પતરા વાડી શાળાના છત પરના પતરા તૂટી પડ્યા છે. દીવાલમાં મોટી મોટી તિરાડો પડી છે. વર્ષો જૂની શાળા પાછળ શિક્ષણ વિભાગે કાળજીના રાખતા દૂરદર્શા બની છે. શાળાની આવી સ્થિતિમાં બાળકો અને શિક્ષકો માટે શિક્ષણ આપવું જોખમી બન્યુ છે.
આ પરિસ્થિતિને ધ્યાને લઈ છેલ્લા 12 વર્ષથી ગ્રામજનો અને વાઘોડિયા શિક્ષણ વિભાગ દ્વારા અનેકવાર વડોદરા જિલ્લા પ્રા શિક્ષણ વિભાગને રજૂઆત કરાઈ છે. પરંતુ શાળાના નવા ઓરડા મંજૂર થતા નથી. ધોરણ 1થી 8ની આ શાળામાં કુલ 195 બાળકો જીવના જોખમે અભ્યાસ કરે છે. ભય સાથેના વાતાવરણ વચ્ચે બાળકોના ભણતર પર તેની અસર પડી રહી છે. ક્યારેક જજ રીત શાળા છૂટી પડે તો મોટી દુર્ઘટના સર્જાઈ તેમ છે. થોડા મહિના અગાઉ DDOએ આ શાળાની મુલાકાત લીધી હતી. ગત વર્ષે પણ નવીન ઓરડા બનાવવા ટેન્ડરિંગ કરાયું હતું.
પરંતુ ભાવ ફેરના કારણે ટેન્ડર કોઈએ ભર્યુ ન હતું. આ માટે 10 ઓગસ્ટ સુધીની સમય મર્યાદાનું ટીન્ડરિંગ બહાર પડ્યું છે. ત્યારે ટેન્ડર પાસ થાય તો શાળા તોડવાની મંજૂરી મળે અને શાળાના નવા મકાનનુ બાંધકામ શરૂ થાય તેમ છે શિક્ષકો અને વિદ્યાર્થીઓને મજબૂરી વસ જર્જરિત શાળામાં અભ્યાસ કરવો પડે છે, કારણ કે આટલા બધા બાળકોની અન્ય જગ્યાએ કોઈ પણ જાતની વ્યવસ્થા થઈ શકે તેમ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.