તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વાઘોડિયામાં જાહેર માર્ગ પર અડચણ ઊભી કરનારા પર પોલીસનો સપાટો

વાઘોડિયા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયતની રજૂઆતને પગલે પોલીસ વિભાગ દ્વારા દબાણો દૂર કરાયાં

વાઘોડિયા જયઅંબે ચાર રસ્તાથી લાઈબ્રેરી સુધી અને ખંઘારોડ પર ડેપો સુધી દુકાન બહાર ગેરકાયદેસરનો પથારો, લારીઓ અને લટકણીયા લગાવી દબાણ ઊભા કરનારા તત્વો સામે પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે. ઉપરાંત ટાઉનમાં ગેરકાયદેસર વાહનો પાર્કિંગ કરી લારી ગલ્લા જાહેર રોડ પર ઊભા કરી દેતા ટ્રાફિક સમસ્યા સર્જાતા વાઘોડિયા ગ્રામ પંચાયતમા વેપારીઓએ રજૂઆત કરતા વાઘોડિયા પોલીસની મદદ લેવાઈ હતી. જે બાદ જાહેરમાર્ગો પર ગેરકાયદેસર લારી, ગલ્લા અને પથારણા વાઘોડિયા પોલીસ દ્વારા દૂર કરાયા હતા.

સાથે જ ટ્રાફિક પોલીસે પણ જાહેર માર્ગો પર આડેધડ બાઈક પાર્કિંગ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી આરંભી હતી. વાઘોડિયા મુખ્ય બજારોમાં બે દિવસમા આશરે 20 ઉપરાંત દબાણ કરનારાઓ સામે દંડકીય કાર્યવાહિ આરંભાઈ હતી. વાઘોડિયામા પોલીસ અને ટ્રાફિકશાખાની કામગીરીના પગલે રોડ ખુલ્લો થતા વાહનચાલકો અને રાહદારીઓને સુગમતા રહી હતી. દબાણો દૂર થતા વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. વાઘોડિયા પોલીસ અને ટ્રાફિક શાખા તરફથી ગ્રામ પંચાયતની રજૂઆતના પગલે માર્ગ મોકળો થતા નગરજનોને રાહત કરી આપી હતી.

હવે જ્યારે દબાણો દૂર થયા છે. ત્યારે ગ્રામ પંચાયતે પણ આ બાબતે કાળજી ફરીથી આ જગ્યા પર કોઈ દબાણ કરે નહિ તે જોવાનું રહેશે. વાઘોડિયા ટ્રાફિક અને પોલીસની કામગીરી પર નહિ તો પાણી ફરી વળશે. ગામના વેપારીઓના સહકારથી ગામની સુવિધા માટે કાયમી આ પ્રકારની વ્યવસ્થા જળવાય તેવી જવાબદારી ઉપાડાશે તો દબાણનો કોઈ જ સવાલ ઊભો થઈ શકે તેમ નથી. વાઘોડિયા પોલીસે કેટલાક વાહન ચાલકો અને દુકાનબહાર પથારો કરનાર વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડી છે. પોલીસ દ્વારા સવારે અને સાંજે બજારમાં પેટ્રોલિંગ પણ શરૂ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...