તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાતમુહૂર્ત:વાઘોડિયામા PNG ગેસ ભૂગર્ભ પાઈપ લાઈનનું ખાતમુહૂર્ત યોજાયું

વાઘોડિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 વર્ષથી ટાઉનમાં ચૂંટણી મુદ્દામાં ચર્ચાસ્પદ બનેલો ગેસ યોજનાનો સુખદ અંત આવ્યો

વાઘોડિયા ગેલ ઈન્ડીયા અને પ્યોર નેચરલ ગેસના સુયુક્ત ઊપક્રમે વડોદરા કોર્પોરેશનની વડોદરા ગેસ કંપની લિમીટેડ દ્વારા વાઘોડિયામાં PNG અંડરગ્રાઊન્ડ ગેસપાઈપ લાઈનનું ખાતમુર્હત ધારાસભ્ય મઘુ શ્રીવાસ્તવના હસ્તે કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે જિલ્લા સમિતિનાં ચેરમેન નિલેશભાઈ પુરાણી, ગ્રામ પંચાયતના સરપંચ ડે. સરપંચ વડોદરા ગેસ કંપનીના અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વાઘોડિયા ટાઊનમા છેલ્લા 5 વર્ષથી ચૂંટણીમુદ્દામાં ખુબ જ ચર્ચાસ્પદ બનેલ ગેસ યોજના થકી ઘરે ઘરે ગેસ પોહોંચાડવાનો વાયદો કરાયો હતો.

પાંચ વર્ષબાદ આ મુદ્દાનો સુખદ અંત આવ્યો છે. અંડર ગ્રાઊન્ડ ગેસ પાઈપ લાઈન વાઘોડિયા GIDC 4 વર્ષ પહેલા ખાત મુર્હત કરાયુ હતુ. એકવાર ફરીથી વાઘોડિયા લાઈબ્રેરી પાસે ટાઊનમા ઘેરઘેર ગેસ કનેક્શનના કામનું ખાતમુર્હત ઘારાસભ્ય મઘુભાઈ શ્રીવાસ્તવના વરદ હસ્તે કરવામા આવ્યુ છે. આ પાઈપ લાઈન આરસીસી રોડને તોડ્યા વિના ટેક્નિશ્યન ઈજનેરો થકી અંડરગ્રાઊન્ડ ગેસ પાઈપ લાઈન નાંખી વાઘોડિયાના ઘરેઘરે ગૃહિણીઓ સુઘી સસ્તાદરનો ગેસપુરવઠો પહોચાડવાનુ કામ વડોદરા ગેસ કંપની દ્વારા કરવામા આવનાર છે. તાલુકાની પ્રજા ઘણા સમયથી ગેસ પાઈપલાઈનની રાહ જોઈ રહ્યા હતા. તે આતુરતનો અંત આવશે.

અન્ય સમાચારો પણ છે...