તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉદ્ઘાટન:અન્ય બાગ ખૂલી ગયા, વાઘોડિયા રોડ પર બગીચો તૈયાર પણ લોકાર્પણ કરાતું નથી

વાઘોડિયાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ત્રણ વર્ષ પહેલા વાઘોડિયા રોડ પર 118 કાચા-પાકા ઝુંપડા તોડી પાડી ત્યાં બગીચો બનાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી અને ત્યાં બગીચો પણ તૈયાર થઈ ગયો છે ત્યારે પાલિકાના તંત્રને હજુ સુધી તેને ખુલ્લો મુકવાનું મુહૂર્ત મળી રહ્યું નથી.

ત્રણ વર્ષની રાહ જોયા બાદ આ સ્થળે બગીચો બનાવી દેવામાં આવ્યો છે પરંતુ શહેરના અન્ય બગીચા લોકો માટે ખૂલી ગયા છે ત્યારે વાઘોડિયા રોડ નો બગીચો ખુલ્લો મુકવા માટે ઉદ્ઘાટનની રાહ જોવાય છે. મ્યુ. કમિશ્નર પી સ્વરૂપ વોર્ડ નંબર ૯ની કચેરીની વિઝીટ પર ગયા હતા ત્યારે બગીચો વહેલી તકે ખુલે તે માટે કાઉન્સિલર તેજલ બીજલ વ્યાસે તેમનું ધ્યાન દોર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...