હુકમ:જરોદ ગ્રામ પંચાયના શોપિંગ સેન્ટરને દિન 7માં તોડવા હુકમ

વાઘોડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 26 દુકાનોને ગેરકાયદે ઠેરવી દુકાનો પર નોટિસ લગાવાઇ
  • ​​​​​​​બિન અધિકૃત બાંઘકામ પર બુલડોઝર ફરવાની જોવાતી રાહ

વાઘોડિયા જરોદ ગ્રામ પંચાયત સામે વિવાદનો મઘપુડો વધુ છંછેડાતા આખરે દલીત સમાજના સ્મશાન પર ઊભુ કરેલ વિવાદીત શોપીંગ સેન્ટરની દુકાનો સીલ કરાયા બાદ દિન 7મા તોડી પાડવા હુકમ કરાયો છે. જરોદ ગ્રામ પંચાયતની મિલીભગતથી સરપંચ તલાટીએ પોતાની મનમાની કરી દલીતોના વર્ષો જુના સ્મશાન પર 26 દુકાનો ધરાવતું આશરે 5000 સ્ક્વેર ફુટના બાંઘકામ વાળું વિવાદો વચ્ચે શોપીંગ સેન્ટર બનાવવાની કામગીરી શરુ કર્યા બાદ ખોટા ઠરાવ,

ખોટી ગ્રામસભા અને ખોટી સભ્યોની જાણ બહાર સહિઓ કરાવી આર્થીક ફાયદો અને લાભ ખાટી લેવા ગ્રામ પંચાયતની મિલ્કત પર સરપંચ તલાટીએ શોંપીંગ સેન્ટર ઊભુ કર્યુ હતુ. ત્યારથી ગામના જાગૃત નાગરીકે અનેક સરકારી કચેરીઓમા રજુઆત કરી હતી. સીએમ અને પીએમ પોર્ટલ પર ફરીયાદો કરી હતી. પરંતુ સ્થાનિક ભ્રષ્ટતંત્રના પાપે તટસ્થ તપાસ થતી ન હતી. ત્યારબાદ સીએમ પોર્ટલ પર ફરીથી આ અંગેની ફરીયાદ કરતા ગાંઘી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી ઊચ્ચારતા તાત્કાલીક તપાસનો હુકમ બજાવાયો હતો.

વાઘોડિયા તાલુકા પંચાયતના હોદ્દા પર આવેલા નિડર તા. પં. વિકાસ અઘિકારી કું.કાજલબેન આંબલીયાએ ટૂંક સમયમાં તપાસનો દૌર શરુ કર્યો હતો. જેમા ગેરકાયદેસર બાંઘકામ હોવાનુ પુરવાર થતા દુકાનદારોની દુકાનો પર નોટીસ લગાવી સિલ કરાઈ હતી. આ બાબતે ગ્રામ પંચાયતના સરપંચ તલાટી સાથે દુકાનદારો પણ કોર્ટ કચેરીના લફડાથી બચવા પોતાના દુકાન ખરીદીના નાણાં ભેજાબાઝ સરપંચ તલાટીએ પરત આપવાનુ આશ્વાસન આપી આખી તપાસમા નિવેદનો આપવાથી દુર રાખ્યા હતા. ગ્રામ પંચાયતના સભ્યોના જવાબ આપવા હાજર થતા ગ્રામ પંચાયતનો ભાંડો ફુટ્યો હતાે.

શોપીંગ સેન્ટરની માપણી ગામલોકો સાથે કરી વિવાદીત જગ્યા હોવાનું પુરવાર થતા તાલુકા વિકાસ અઘિકારી દ્વારા નોટીસ લગાવી અનઅઘિકૃત પ્રવેશ કરવા પર મનાઈ ફરમાવી હતી. સાથેજ હુકમનો અનાદર કરનાર સામે ફોજદારી કાર્યવાહિ કરવાની ચેતવણી જાહેર કરવાની નોટીસ ચોંટાડવામા આવી હતી. શોંપીગ સેન્ટર તોડવાનો હુકમ આવતા ગુજ.પંચા. અધિ. કલમ. 105 મુજબ બાંઘકામને દુર કરવા જરોદ ગ્રામપંચાયતને હુકમ કરાતા બિન અઘિકૃત બાંઘકામ પર બુલડોઝર ક્યારે ફરશની તેની રાહ જોવાઈ રહી છેે.

અન્ય સમાચારો પણ છે...