રેસ્ક્યૂ ઓપરેશન:મહાદેવપુરા દેવ નદીમાંથી વધુ એક મગર રેસ્ક્યૂ કરાયો

વાઘોડિયા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેવ નદીમાંથી 10 ફૂડનો મહાકાય મગર ઝડપાયો હતો. - Divya Bhaskar
દેવ નદીમાંથી 10 ફૂડનો મહાકાય મગર ઝડપાયો હતો.

વાઘોડિયાના ગોરજ ગામે દેવ નદીકાંઠા વિસ્તારમાં માનવો પર આદમખોર મગરના હુમલા વધવાની ઘટનાઓમાં 4 મહિના પહેલા ગોરજ દેવ નદીમાં એક મહિલાનો મગરે ભોગ લીધો હતો. ત્યાર બાદ ફરીથી 3 જુલાઈ 2020ના રોજ મંગીબેન ઊકેળભાઈ વસાવા 55 વર્ષીય વૃદ્ધાને કપડા ધોતી વખતે મહાદેવપુરાથી બે આદમખોર મગરો દેવ નદીમાં ખેંચી તેના શરીરના ટુકડે ટુકડા કરી મોત નિપજાવ્યું હતું. મહાકાય મગરના હૂમલા અંગે વન વિભાગને ફરિયાદો મળતા વનવિભાગે મગરને પકડવા ઓપરેશન હાથ ધર્યું હતું.  

પ્રથમ ઘટનામાં 4 માસ પહેલા ગોરજ ગામે મહિલાનું મોત નિપજાવનાર મગરના હૂમલાબાદ વન વિભાગના કશ્યપ પટેલ અને હેંમત વઢવાણાની ટીમે ગોરજ ગામે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યુ હતું. તે વખતેઆ વિશાળકાય મગર દેખાયો હતો. પરંતુ મગર પકડવા આવેલી ટીમને સફળતા હાથ લાગી ન હતી. આ મગરને પકડવા વન વિભાગના કશ્યપ પટેલ અને હેંમત વઢવાણાની ટીમે મહાદેવપુરા ગામે વૃદ્ધાના શિકાર બાદ ઘટનાસ્થળે સતત વોચ રાખતા  ટ્રેપ ગોઠવી હતી. આખરે ઘટનાના 36 કલાક બાદ 13 ફૂટ લાંબો મહાકાય મગર હાથ લાગ્યો હતો. આજે ફરી એક વાર ઢળતી સાંજે વનવિભાગના પાંજરામાં બીજો 10 ફૂટ લાંબો મહાકાય મગર આવી ચઢ્યો હતો. હેંમત વઢવાણીની ટીમ સાથે વાઘોડિયા વનવિભાગના કશ્યપ પટેલે મગરને સુરક્ષિત રેસ્ક્યૂ કર્યો હતો. જોકે વરસતા વરસાદમાં રેસ્ક્યૂ ટીમના મોબાઈલ પલળી ગયા હોવા છતાં ભીની અને ચીકની જમીન પર પાંજરૂ ખેંચી કિનારા સુધી લાવવામાં ભારે જહેમત ઊઠાવી હતી. આમ મહાદેવપુરાથી 13 ફુટ લાંબો અને 10 ફૂટ લાંબો આમ બંન્ને મગરો પકડવામાં વનવિભાગને સારી સફળતા મળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. 

અન્ય સમાચારો પણ છે...