વાઘોડિયા તાલુકાના માડોધર ગામ પાસે આજે બપોરે સામ-સામે બે બાઈક ધડાકાભેર ભટકાતા અકસ્માત સર્જાયો હતો. માડોધર ગામ પાસે ગોરજ રોડ પર બે બાઇક જુસ્સા ભેર સામ સામે અથડાતાની સાથે થયેલા અવાજને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા. બંને મોટર સાઇકલ એટલી સ્પીડમાં હતી કે, બંને મોટર સાઇકલનો અકસ્માતમા કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં વડોદરાના ભાયલીના આશાસ્પદ યુવાન કિશન વસાવા ઉ.28 નું સ્થળ પર મોત નિપજ્યું હતું. મોટર સાયકલ સહિત ધાયલ યુવાનો રોડ પર પટકાયા હતા.
યુવાનના લોહિથી રોડ રંગાઈ ગયો હતો. અકસ્માતમા કુલ ચાર પૈકી એકનુ મોત જયારે ત્રણને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના સ્થળે દોડી આવેલા લોકોએ 108 એમ્બ્યુલન્સને બોલાવી તમામને નજીકની હોસ્પીટલમા સારવાર અર્થે ખસેડ્યા હતા. ઇજા પામેલા ત્રણ યુવાનોને ગંભીર ઇજા પહોંચી હોવાનું હોસ્પિટલના વર્તુળોમાંથી જાણવા મળ્યું હતું.
જોકે ઈજાગ્રસ્તો નજીકનાજ ગામનુ હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. હજુ સુઘી ઇજાગ્રસ્તો બેભાન હોવાથી તેઓ ક્યાંના રહેવાસી છે તે અંગેની કોઇ માહિતી મળી ન હતી. મોતને ભેટેલા ભાયલીના કિશન વસાવાનો મૃતદેહ વાઘોડિયા પોલીસે કબજે કરી પોસમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ઘટનાની જાણ થતા પરિવારજનો સ્થળ પર આવી હૈયાફાટ રૂદ કરતા સન્નાટો વ્યાપી ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.