સમસ્યા:માધવનગર-હનુમાન પુરા રોડ પર ઠેરઠેર ખાડાને કારણે વાહનચાલકો પરેશાન

વાઘોડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
માધવનગર- હનુમાન પુરા રોડ પર ઠેરઠેર ખાડાને કારણે વાહનચાલકોને પડતી હાલાકી. - Divya Bhaskar
માધવનગર- હનુમાન પુરા રોડ પર ઠેરઠેર ખાડાને કારણે વાહનચાલકોને પડતી હાલાકી.
  • બિસમાર રસ્તાની સાથે રોડના છેડા પર ગટરોના ગંદા પાણી ઊભરાઈ વહી રહ્યાં છે
  • માર્ગ મકાન વિભાગ ખખડધજ રસ્તા જોવાની તસ્દી પણ નહીં લેતું હોવાની રાવ

વાઘોડિયા માધવનગરથી હનુમાનપુરા પુરા તરફ સિગ્મા કોલેજ તરફ જતા રોડ પર અનેક ઠેકાણે વરસાદના કારણે ખાડા પડી ગયા છે. ખાડામાં વરસાદી પાણી ભરાતા રોડ પર ખાડો છે કે ખાડામા રોડ છે. તે કહી ન શકાતા હંમેશા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવે છે. ઠેર ઠેર અસંખ્ય ખાડાઓ સર્જાતા કોલેજ જતા વિદ્યાર્થીઓ અને ગ્રામજનો માટે વિકટ સમસ્યા બની ગઈ છે. રોડના છેડા પર ગટરોના ગંદા પાણી ઊભરાઈ વહિ રહ્યા છે. અસહ્ય ગંદકી વચ્ચે મોટો રોગચાળો વકરે તેવી ભયજનક સ્થીતિનુ નિર્માણ થયુ છે. સિઝનનો જોઈએ તેવો વરસાદ હજુ વરસ્યો નથી, માત્ર સામાન્ય વરસાદમા અસંખ્ય જગ્યાઓ પર રોડ ધોવાતા રોડની ગુણવત્તા સમજી શકાય છે.

રોડ પર ખાડાઓમા વાહનોના ટાયર પડતા રાહદારીઓને મેટેનન્સ અને મોંઘા પેટ્રોલ, ડિઝલનો માર મુંગે મોંઢે સહન કરવાનો વખત આવ્યો છે. માર્ગ મકાન વિભાગ તરફથી રિપેરીંગ તો ઠિક પરંતુ જોવાની તસ્દી સુધ્ધા લિઘેલી નથી. વિકાસીલ ગુજરાતની વાતો કરનાર તંત્રએ એકવાર મુલાકાત કરી વાસ્તવીક્તા જોવી જરૂરી છે. રોડ પરના ખાડાઓને કારણે કોઈના લાડકવાયાનો જીવ ખોવો પડે તેવી જાણે તંત્ર રાહ જોઈ રહ્યુ હોય તેમ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...