તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

106 વર્ષ જૂનીબિલ્ડીંગ:PHCની ટપકતી છત અને ખરતા પોપડા વચ્ચે ડોક્ટરો-દર્દીઓને જીવનું જોખમ

વાઘોડિયા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાઘોડિયા ખાતે અનેકવાર ચુંટણીઓમાં PHCને બદલે CHC બનાવવા વાયદા કરાય છે પણ ચૂંટણી બાદ ભૂલાઇ જાય છે. - Divya Bhaskar
વાઘોડિયા ખાતે અનેકવાર ચુંટણીઓમાં PHCને બદલે CHC બનાવવા વાયદા કરાય છે પણ ચૂંટણી બાદ ભૂલાઇ જાય છે.
  • વાઘોડિયા ખાતે વર્ષોથી જર્જરીત થયેલી બિલ્ડીંગમાં જીવના જોખમે દર્દીઓ માટે ફરજ બજાવી રહ્યો છે
  • વખતો વખત રિપોર્ટ સોંપાયા છે, રિમાઈન્ડર પણ કરાયા છે છતાં ચોક્કસ કામ થતું નથી : આરોગ્ય અધિકારી

વાઘોડિયાનુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છેલ્લા આઠ, દસ વર્ષથી જર્જરીત હાલતમા હોવાથી સારવાર માટે આવતા દર્દિઓ માટે જોખમી બન્યુ છે. આરોગ્ય કેન્દ્રનું બાંઘકામ 1915મા અંગ્રેજોએ કર્યુ હતુ. આશરે 106 વર્ષ જુના બિલ્ડીંગના બાંઘકામની છત અનેક જગ્યાઓથી જર્જરીત થતા સળીયા પણ દેખાઈ રહ્યા છે. છતમાંથી મોટા પોપડા સારવાર માટે આવતા દર્દિઓ અને મેડીકલ સ્ટાફના માથે પડી રહ્યા છે. આરોગ્ય કર્મચારીઓ જીવના જોખમે પણ ગરીબ પ્રજાની પ્રમાણીક્તાથી સારવાર કરી રહ્યા છે. અનેકવાર ચુંટણીઓમાં PHCને બદલે CHC બનાવવાના વાયદા જનતાને કરાય છે.

પરંતુ ચુંટણી બાદ વાયદાઓ ભુલી જવાતા હોય છે.તાલુકા મથકના સરકારી હોસ્પીટલમા ગ્રામ્ય કક્ષાએથી અનેક ગરીબ દર્દિઓ વિનામુલ્યે સારવાર લેવા આવતા હોય છે. હોસ્પિટલ છેલ્લા આઠ દસ વર્ષથી કંડમ હોવા છતા મેડીકલ સ્ટાફ મજબુરીમા ફરજ બજાવી રહ્યા છે. તાલુકાનુ મુખ્ય મથક હોવાથી ગ્રામ્ય કક્ષાના અનેક દર્દિઓ સારવાર કરાવવા અહિ આવે છે. વરસાદમા ટપક્તી છત અને ઊપરથી માથા પર પડતા પોપડા વચ્ચે મજબુરીના માર્યા દર્દીઓ સારવાર કરાવતા હોય છે. ક્યારેક ક્યારેક સ્ટાફ અને દર્દીઓ ઊપર પણ પોપડા ખરી પડતા ઘાયલ થયાના બનાવો પણ બની ચુક્યા છે.

જોકે આ બાબતે વાઘોડિયા આરોગ્ય વિભાગના બ્લોક હેલ્થ ઓફિસ ડૉ.કલ્પેશ પગીના જણાવ્યા મુજબ વખતો વખત રિપોર્ટ સોંપાયા છે. રિમાઈન્ડર પણ કરાયા છે. ઊપલી કચેરીએથી હુકમ આવે તો કામગીરી કરાશે. પરંતુ નક્કર કામગીરી ક્યારે થશે તે ચોક્કસ કહિ શકાય તેમ નથી. જોકે ચુંટાયેલા લોક પ્રતિનીઘીઓએ આ વાત સરકારના કાન સુઘી પહોંચાડવી ફરજ છે. સારવાર કરનાર અને કરાવનારનો જીવ કેવી રીતે જોખમમા મુકી શકાય.?

ગ્રામજનોની માંગ છે કે આ કંડમ બિલ્ડીંગને બદલે અદ્યતન સાઘનોથી સજ્જ PHCને બદલે નવીન CHC બિલ્ડીંગનુ બાંઘકામ કરવામા આવે તો વધુને વધુ ગરીબ પ્રજાને તેનો લાભ મળી રહે તેમ છે. વડોદરા જિલ્લા આરોગ્ય સમિતીના ચેરમેન નિલેષભાઈ પુરાણીએ વાઘોડિયા ખાતે સીએચસી સેન્ટર બને તે દિશામાં સરકારમાં રજુઆત કરી જનતાને કોઈ અગવડ વેઠવી પડે નહિ તેવો ભરોસો આપી આ દિશામા બનતો તમામ પ્રયત્ન કરવા ભરોસો આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...