ધરપકડ:કૌંભાડી તલાટી કમ મંત્રીને હાલોલ- વડોદરા રોડ પરથી પોલીસે દબોચ્યો

વાઘોડિયા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરપંચો પાસેથી કોરો ચેક લઇ 21.85 લાખની ઉચાપતનો આરોપ હતો

વાઘોડિયા જિલ્લામા ચકચાર મચાવનાર તાલુકાના જાંબુવાડા, અંટોલી અને કરમાલીયાપુરા ગ્રામ પંચાયતોના સરપંચો પાસેથી બ્લેન્ક ચેક લઈ 21.85 લાખની ઉચાપતના આરોપમાં તલાટી કમ મંત્રી અભિષેક મહેતા(વડોદરા, બાપોદ)ની ધરપકડ થઈ છે. દરમિયાન ગુરુવારે સાંજના હાલોલ- વડોદરા રોડ પરથી જરોદ તરફ આવતા જોર્ડન કંપની પાસે ખાનગી વાહનમાં જતા તલાટી કમ મંત્રીને વાઘોડિયા પોલીસે દબોચી લીઘો હતો. વાઘોડિયાના TDOને 3 ગ્રામ પંચાયતોના રોજમેળમાં સરકારી નાણાંની ઊચાપત સામે આવતા અભિષેક પાસે ખુલાસો માંગ્યો હતો.

જોકે 16 ફેબ્રુઆરીથી તે ભુગર્ભમા ચાલ્યો ગયો હતો. નિઘી અને રોયલ નામની પોતાની પત્ની અને નજીકના સગાના નામે બોગસ એજન્સી ઊભી કરી 3 પંચાયતો જ નહિ અન્ય 50 જેટલી પંચાયતોના તલાટી કમ મંત્રીઓએ ગ્રામ પંચાયતના ચેકો આપી સાથે મળીને આયોજનપૂર્વક કરેલી નાણાંકીય હયગય TDOના ધ્યાને આવી હતી. ત્યારે વાઘોડિયા તાલુકાના તમામ તલાટીઓને TDO કાજલ આંબલીયા દ્વારા પુછતાછ કરતા 1 અઘિકારીનુ નામ જાહેર કર્યુ હતુ.

આ તમામ હયગય તેના ઈશારે કરાઈ હોવાનુ મૌખિક ખુલાસામા કબુલ્યુ હતુ. સમગ્ર કાંડમા 71 લાખની ગેરરીતિનો મામલો પ્રકાશમા આવ્યો છે. અભિષેક મહેતાની ધરપકડ થવી આ તમામ ઘટનાઓ વિશ્લેષકોએ શંકા ઊપજાવી કોઈ મુખ્ય ભેજાબાજના દોરી સંચાર હેઠળ ચાલતું કારનામું હોવાનુ નગરમા ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...