તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:જરોદ જિ. પંચાયતમાં લાભાર્થીઓની વિવિધ કામગીરી પૈકી 50 ટકા પૂર્ણ

વાઘોડિયા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 19 ગામોના 7000 લાભાર્થીઓને સરકારની યોજનાની સહાય મળે તેવા પ્રયાસ

વાઘોડિયા જરોદ જિલ્લા પંચાયતમાં બહુમતીથી વિજેતા બનનાર રાજેન્દ્ર પટેલે પોતાના મતદાતાઓનું ઋણ અદા કરવા કમર કસી છે. જરોદ જિલ્લા પંચાયતના 36 ગામો પૈકીના 19 ગામોના આશરે 7000 ઊપરાંત લાભાર્થીઓને સરકારની વિવિઘ યોજનાની સહાય ઘરઘર સુઘી પહોંચે તે માટે તેમણે છેલ્લાં દોઢ મહિનાથી જરોદ જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો અને સરપંચો સાથે જઈ લોકોને સરકારી યોજનાના વધુને વધુ લાભો અપાવી રહ્યા છે. તેમની ટીમને આ વિસ્તારમાંથી સારા પ્રતિસાદ સાથે સફળતા મળી રહી છે.

વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી સમિતીના ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલે આ વિસ્તારમા સેવાની ઘૂણી ઘખાવી છે. પાલડી ખાતે આધારકાર્ડ કેમ્પ દરમ્યાન જાણવા મળ્યું હતું કે સાંસદ રંજનબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ રાજેન્દ્રભાઈ પટેલે જરોદ જિલ્લા પંચાયતના 36 ગામો પૈકીના 19 ગામોમાં સફળતાપૂર્વક વિવિઘ કેમ્પોનુ આયોજન કરી ઘરબેઠા નિ:શુલ્ક લાભ અપાવ્યા છે. બાકીના રહેતા ગામોમાં વડાપ્રધાનના આગામી જન્મદિવસ પહેલાં 100% જરૂરીઆતમંદોને સેવા પુરી પાડવાની જવાબદારી ઊઠાવી છે.

રાજ્યમા વિક્રમજનક સૌથી ઓછા સમયમા સૌથી વધુ ગામોનો સમાવેશ કરી કામગીરી પુર્ણ કરવાનો શ્રેય વાઘોડિયા વિઘાનસભાના જરોદ જિ.પં.કા.સ. ચેરમેન રાજેન્દ્ર પટેલને જાય છે. જરોદ જિલ્લા પંચાયતમા આવતા ગામોની મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે પણ તેમણે સ્વ ખર્ચે વિનામૂલ્યે સીવણ ક્લાસની તાલીમ આપી સંચાઓનુ પણ વિતરણ કરાશે. પાલડી ગામે કેમ્પ દરમિયાન વડાપ્રઘાન મોદીના જન્મદિનની ઊજવણીના ભાગરૂપે સો ટકા કોરોના રસીકરણ અભિયાન પણ શરૂ કરનાર છે.

ભાજપના વડોદરા જિલ્લા પ્રમુખ અશ્વીનભાઈ,રાષ્ટ્રીય કિશાન મોરચાના સદસ્ય સતીષભાઈ ખેરવાડી, જિલ્લા પ્રભારી પરાક્રમ સિંહ જાડેજા, જિલ્લા મહામંત્રી કલ્પેશભાઈ પટેલે આખી ટીમની કામગીરીને બિરદાવી હતી. વાઘોડિયા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ પટેલ સહિત જરોદ તાલુકા પંચાયતના સદસ્યો સહિત કાર્યકરો, સરપંચો અને મોટી સંખ્યામા ગ્રામજનો ઊપસ્થિત જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...