તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:કોરોનાથી 2 મોત થતા જરોદના વેપારીઓનું જડબેસલાક બંધ

વાઘોડિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલ કોરોનાએ સમગ્ર વાઘોડિયા તાલુકામા કેર વર્તાવ્યો છે
  • વાઘોડિયાના બજાર ચાર વાગ્યા પછી બજાર બંધ કરવાનો નિર્ણય

વાઘોડિયાના અનેક ગ્રામ્યવિસ્તારમા કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે તાલુકા પંચાયતમા ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા જીગ્નેશભાઈ સોલંકી(38) તથા જરોદના સરપંચ કંચનભાઈ રતનલાલ વસાવા(58)નું કોરોના સારવાર દરમ્યાન મોત નિપજતા જરોદના વેપારીઓએ શોક પાડી બજારોમાં બંઘ પાળ્યો હતો. હાલ કોરોનાએ સમગ્ર વાઘોડિયા તાલુકામા કેર વર્તાવ્યો છે. ત્યારે યુવાનો કોરોનાનો કોળીયો બની રહ્યા છે. ગામેગામ કોવીડ કેર સેન્ટર બનાવવા છતા સારવારની જગ્યાએ કાગડા ઊડી રહ્યા છે.

સરકાર બીજી તરફ ત્રીજી કોરનાની લહેરની તૈયારી કરી રહ્યા છે. પરંતુ જાગૃતતાના અભાવે લોકો જીવતા સ્પ્રેડરો બની ખુલ્લેઆમ ફરી રહ્યા છે. આમ જરોદ ગ્રામ પંચાયતના સરપંચ કંચનભાઈનુ કોરોના સારવાર દરમ્યાન મોત નિપજતા સમગ્ર ગામલોકોએ શોક પાડી બજારો જડબેસલાક બંઘ રાખ્યા હતા. વાઘોડિયા તાલુકા પંચાયતમા ટીડીઓના ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા જીગ્નેશભાઈ નામના યુવાનનુ મોત નિપજતા તાલુકા પંચાયત કચેરીમા ફફડાટ વ્યાપી ગયો હતો. કોરોનાને લઈ વાઘોડિયાના બજારો એક સપ્તાહ માટે ચારવાગ્યા પછી બંઘ કરી દેવાનો વેપારીઓએ નિર્ણય લિઘો હતો.

અન્ય સમાચારો પણ છે...