તંત્ર નિદ્રાંધિન:વાઘોડિયાના 28 તલાટીઓ સામેની રૂ.72 લાખની ગેરરીતિની તપાસ દોઢ મહિના બાદ પણ જૈસે થે!

વાઘોડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાકાળમાં એક કરોડનાં કૌભાંડ બાબતે ભાજપ MLA મધુ શ્રી વાસ્તવે તપાસની માગ કરી હતી

વાઘોડિયાના વિઘાન સભાના ભાજપના MLA મધુ શ્રીવાસ્તવે કોરોનાકાળમાં પોતાના ક્ષેત્રમાં એક કરોડનાં કૌભાંડ બાબતે તાલુકા વિકાસ અધિકારી અને તા. પં. સદસ્યોની હાજરીમાં તા.પંચાયત હોલમાં તા.7 જાન્યુઆરી 2022ની કારોબારીની સામાન્ય સભામાં ગેરરીતિની તપાસ કરાય તેવી માગ કરતા TDO કાજલ આંબલિયાએ તપાસ આદરતા જ તો દોઢ જ મહિનામાં વાઘોડિયા તાલુકાના 28 તલાટી કમ મંત્રીની 72 લાખની ગેરરીતિઓ પુરાવા સાથે વડોદરા જિલ્લા વિકાસ અઘિકારીને મોકલી પોલીસ ફરિયાદ માટે મંજૂરી માગતા આ 28 તલાટીઓ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના શરણે પહોંચીં જતા કૌભાંડમાં કોઈને જેલ નહીં થવા દેશે તેવી જાહેરમાં વાત કરી હતી.

બાદ મધુ શ્રીવાસ્તવે કૌભાંડ પર પડદો પાડવા રાજકીય કાવાદાવા કરી તાત્કાલિક પ્રમાણિક તા.વિકાસ.અધિ. કાજલ આંબલીયાની બદલી કરાવી હતી. પરંતુ નવા ચૂંટાયેલા 45 ગ્રામ પંચાયતો પૈકી આશરે 40 ગ્રામ પંચાયતના સરપંચોએ બદલી સામે વિરોધ નોંધાવી સાંસદ રંજનબેન ભટ્ટ, મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, પંચાયત મંત્રી બ્રીજેશ મેરજા, સી.આર.પાટીલ સહિત મુખ્યમંત્રી સુધી રજૂઆતો તેમજ સમાચાર પત્રોમાં પ્રકાશિત થતાં અહેવાલના પગલે કૌભાંડ બાબતની તપાસ ડે.જિ.વિકાસ અધિકારી દિપ્તીબેન રાઠોડને સોંપી જવાબદારી પુરી કરી હતી. ડે. ડીડીઓ દિપ્તીબેન રાઠોડને તપાસ સોંપ્યે દોઢ મહિનો પુરો થવા આવ્યો છતાં આ તપાસ સમિતિનો એક પણ રિપોર્ટ સામે આવ્યો નથી.

આ બાબતે મને પૂછશો નહીં : ડે.ડીડીઓ
ડે.જિલ્લા વિકાસ અઘિકારી દિપ્તી રાઠોડે જણાવ્યું હતું કે આ બાબતે અત્યારે મને પૂછશો નહીં. આ બાબતે કાર્યવાહી ચાલુ છે તેમ ટૂંકમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...