વાઘોડિયા-રોડપર બપોરના સમયે વડોદરા તરફથી મુસાફરોને લઈ આવતી સિટી બસનો ટ્રક સાથે અકસ્માત સર્જાતાં પાંચ મુસાફરોને નાનીમોટી ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા. કમલાપુરા પાટિયા નજીક વડોદરાથી વાઘોડિયા તરફ આવતી સિટી બસની આગળ ખાનગી કંપનીની બસ જતી હતી અને સિટી બસે આગળ જતી બસના કારણે રોડપર ઉભેલી ટ્રક દેખાઈ ન હતી.
સિટી બસની આગળ જતી ખાનગી કંપનીની બસે ટ્રકનો ઓવર ટ્રેક કરતાં પાછળ આવતી વિટકોસ બસે ઉભેલી ટ્રક પાસે બસને કાબૂ નહિ કરી શકતાં જોરદાર ટક્કર મારતાં ટ્રક રોડની બાજુની વરસાદી કાંસમાં પલટી ગઈ હતી. જ્યારે બસનો આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
બસમાં બેઠેલા મુસાફરો પૈકી પાંચ મુસાફરોને નાનીમોટી ઈજાઓ પહોંચી હતી. બસના ડ્રાઈવર અને કંડકટર પણ ઘવાયા હતા. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતના કારણે 1 કિમી સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે વાઘોડિયા પોલીસે આવી ટ્રાફિક પુન: શરૂ કરાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.