વિરોધ:વાઘોડિયામા કોંગ્રેસે મોંઘવારી વિરુદ્ધ જન આક્રોશ રેલી કાઢી

વાઘોડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાથમાં બેનેર સાથે કાર્યકરોએ ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા

વાઘોડિયા નગરમાં ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી વિરુદ્ધ જન આક્રોશ રેલી વાઘોડિયા કોંગ્રેસ સમિતિ ધારા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં નવ યુવાનો જોડાયા હતા. હાથમાં બેનર સાથે વાઘોડિયા નગરમાં નીકળેલી રેલી એ ભાજપ સરકાર વિરુદ્ધ આકરા સૂત્રોચાર કર્યા હતા. આ રેલીમાં વડોદરા જિલ્લા પૂર્વ સાંસદ અને ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સત્યજીત ગાયકવાડની આગેવાનીમાં વડોદરા જિલ્લા ઉપપ્રમુખ દિલીપ ભટ્ટ તથા યુવા કોંગ્રેસ પ્રેસિડેન્ટ ગુજરાત પ્રદેશ અને મહામંત્રી ગુજરાત પ્રદેશના માનસિકભાઈ ડોડીયા વાઘોડિયા, કોંગ્રેસ પ્રમુખ નારણભાઈ પટેલ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ રેલીમા જોડાયા હતા.

રાજ્યમાં પેટ્રોલ ડીઝલ સહિત રાધણ ગેસ અને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓનો બેફામ ભાવ વધારાના કારણે ગરીબ તેમજ મધ્યમ વર્ગ ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે. અંગ્રેજોના શાસન વખતે મીઠા પર ટેક્સ લગાડતા કોંગ્રેસે જન આંદોલન છેડી અંગ્રેજ સલ્તનતને ખદેરી મૂક્યું હતું. ત્યારે ભાજપ સરકારે મીઠા પર ટેક્સ લગાડી મહાત્મા ગાંધીના આંદોલનને કલંકીત કર્યુ છે. ભાજપના મળતીયાઓ દ્વારા શિક્ષણને પણ ખાનગીકરણ કરી મળતીયાઓને લાભ કરવા શિક્ષણને મોંઘું કર્યું છે. ભાજપના આગેવાનો જે શાળામાં ઉત્સવ કરે છે તે પ્રાથમિક શાળાઓ કોંગ્રેસની દેન છે.

વાઘોડિયામાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું રાજ હોવા છતાં આચરણ ગામોના રોડ રસ્તાઓ છ મહિનાથી વધારે ચાલતા નથી. કારણકે રોડ રસ્તાના કામો તેઓના મળતીયાઓ અને સગા વહાલા કોન્ટ્રાક્ટરોને આપી દેવાય છે. તેઓ આક્ષેપ કોંગ્રેસે લગાયો હતો. વાઘોડિયામાં ભાજપના રાજમાં પાણી પુરવઠા જેવી અગત્યની યોજનામાં નેતાઓ લૂંટમાં લોથપોથ બની ભ્રષ્ટાચારમાં ભાગીદાર હોવાની વાત કોંગ્રેસે કરી હતી.

ભાજપ એક તરફ હિન્દુત્વ અને રાષ્ટ્રવાદની વાત કરે છે. તો બીજી તરફ ગરીબને વધુ ગરીબ બનાવી રહી છે. નરેન્દ્ર મોદી સરકારે મફતમાં ગેસનો બાટલો આપી મોટી પ્રસિધ્ધિ લીધી એ જ બાટલો ગરીબોને 1100 રૂપિયામાં નહીં ખરીદી શકવાના કારણે મહિલાઓ તળાવને ઉકેડામાં બાટલો ફેંકી ફરીથી ચૂલા પર આવી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...