તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:વાઘોડિયાના વ્યારા ગામમાં દિયરે જ ભાભીના સોનાના દાગીનાની ચોરી કરી

વાઘોડિયા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
વાઘોડીયા પોલીસે આરોપીને ઝડપી પાડયો હતો. - Divya Bhaskar
વાઘોડીયા પોલીસે આરોપીને ઝડપી પાડયો હતો.
 • દિયરે ભાભીના ઘરે જઈ દાગીનાની ચોરી કરી દુકાનમા સંતાડ્યા
 • પોલીસે શંકાના આધારે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો

વાઘોડિયા પોલીસના આઇપીએસ(પ્રો. મદદ. પો. અઘિક્ષક) જગદીશભાઈ બાંગરવા તથા પો. જયદીપસિંહ સાથે તેમની ટીમે વ્યારા ગામે થયેલ સોનાના દાગીનાની ચોરીનો ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી આરોપીને શોઘી દાગીના કબજે કરવામા સફળતા હાથ લાગી. વાઘોડિયાના વ્યારા ગામે રહેતા મીનાબેન જગદીશભાઈ ભાટીયા(40) રહે. નવી નગરીના પતિનું બે વર્ષ પુર્વે અવસાન થતાં પતિના મોત બાદ બે પુત્રો અને પરિવારની જવાબદારી પોતાના પર આવી જતાં તેઓ પણ મહેનત કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. મીનાબેન ભાટિયા પોતાના કુટુંબના સગાસંબંધીના બેસણા અર્થે 3 ડિસે.ના રોજ સમાજના લોકો સાથે સવારે વાઘોડિયા ખાતે આવ્યા હતા.

બેસણું પતાવી પરત પોતાના ગામ વ્યારા ખાતે પહોંચ્યા બાદ ઘરનું તાળું વગર કુંંડીએ લટકતુ જોઈ તેમને ફાળ પડી હતી. અનેક શંકા-કુશંકા સાથે ઘરમાં પ્રવેશતા તિજોરી તેમજ પેટી પલંગ અને ગાદલા અસ્તવ્યસ્ત જોતા ઘરમાં ચોરી થયાની શંકા ગઇ. પોતાની જીવન મૂડીમાંથી બચત કરી અણી સમયે કામ લાગે તેવા સોના ચાંદીના દાગીના તેમણે વસાવ્યા હતા. પરંતુ ઘરમાં શોધખોળ કરતા ચાંદીના ઘરેણા મળી આવ્યા જ્યારે સોનાના ઘરેણા ચોરી થયા હતાં. જે બાબતની પોતાના પરિચીતોને જાણ કરી વાઘોડિયા પોલીસ મથકે આવી ઘરમા ચોરી થયા અંગેની ફરિયાદ નોંઘાવી હતી.

વાઘોડિયા આઇપીએસ જગદીશભાઈ બાંગરવા તથા તેમની ટીમને ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી તપાસ આદરી આસપાસના રહીશોની પૂછતાછ કરતાં આખી ચોરીની ઘટનાનો પર્દાફાશ થયો હતો. વાત જાણે એમ હતી કે મીનાબેન જ્યારે ઘર બહાર જતા હતા ત્યારે નિત્યક્રમ પ્રમાણે પોતાના ઘરે તાળું મારી ચાવી મીટરની પેટી પર સંતાડતા હતા. આ બાબતની જાણકારી તેમના પરિચિતોને પણ હતી. મીનાબેને વસાવેલ ચીજ વસ્તુઓ ઘરમાં કયા મુકે છે તે પણ જાણકારી તેમના પરિવારને હતી.

મીનાબેન જ્યારે બેસણામાં ગયા ત્યારે તેમના કાકા સસરાનો દીકરો દીપક મોહનભાઈ ભાટીયા(37)રહે. વ્યારા(વાઘોડિયા ખાતે સલુન ચલાવે છે) ને મીનાભાભી ઘરે નથી તથા તેમના બંને પુત્રો નોકરી ગયા છે તેવી જાણકારી હોઇ દુકાનેથી પરત વ્યારા ગામે ભાભીના ઘરે જઈ મીટર પર મૂકેલી ચાવીથી ઘરનું તાળું ખોલી તિજોરીનુ તાળુ તોડી તથા પેટી પલંગમાં છુપાવેલ સ્ટિલના ડબ્બામાં સોના ચાંદીના દાગીનામાંથી માત્ર સોનાના દાગીનાની ચોરી કરી ફરીથી માત્ર નચુકાને તાળુ મારી ચાવી હતી ત્યાં મૂકી દઈ પરત પોતાના દુકાને આવી દાગીના દુકાનમા છુપાવી દીઘા હતા. પરંતુ આરોપીએ ભાભી ઘરે પહોંચે તે પહેલાં જ ફોન કરી શું થયું ભાભી? તેવો ફોન કરતાં તે શંકાના દાયરામા આવ્યો હતો.

વાઘોડિયા પોલીસે તપાસ દરમ્યાન પુછપરછ કરતાં આસપાસના રહીશોએ સવારે 10થી 2 વાગ્યાની વચ્ચે આરોપી દિયર દિપક અહીં આવ્યો હોવાનુ નિવેદનના આઘારે દીપકની પોલીસે કડક પૂછતાછ આરંભી હતી. પોલીસની કડક પૂછતાછમાં દિપક ભાંગી ગયો હતો. અને આખરે સોનાના દાગીનાની ચોરી પોતે કર્યાનુ કબૂલ્યું હતુ. દાગીના પોતાના જ સલૂનમાં છુપાવ્યા હોવાનું વાઘોડિયા પોલીસને કબૂલતા પોલીસે આરોપી સાથે રાખી દુકાનમાંથી સોનાના દાગીના રિકવર કર્યા હતા. સમગ્ર ઘટનામાં ઘર કા ભેદી લંકા ઢાયે એ ઉક્તી દિયરની કરતુતે સાબિત કરતાં વાઘોડિયા પોલીસે કુલ 2 લાખ 25 હજારનો મુદ્દામાલ રિકવર કરી દીપકની અટકાયત કરી છે. આમ ગણતરીના કલાકોમા પોલીસની ટીમે ચોરીનો ભેદ ઊકેલવામાં સફળતા મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો