તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગચાળાનો ભય:વાઘોડિયાની સમૃદ્ધિ સોસાયટીમાં ગટર ઉભરાતાં રહીશો પરેશાન

વાઘોડિયાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાઘોડિયાની સમૃદ્ધિ સોસાયટમાં ગટર ઉભરાતા રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. - Divya Bhaskar
વાઘોડિયાની સમૃદ્ધિ સોસાયટમાં ગટર ઉભરાતા રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા.
  • પાણીના નિકાલની વ્યવસ્થા ન કરાતાં ગટરના પાણી બેક મારે છે
  • રોગચાળો વકરે તે પહેલાં કામગીરી કરવા રહીશોની માગ

વાઘોડિયા સમૃદ્ધિ સોસાયટીમાં છેલ્લા ત્રણ વર્ષથી સતત ગટરો ઉભરાયા કરે છે. ગટર પાઇપલાઇનનો આગળ કનેક્શન કરી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહિ કરાતા ગટરના પાણી બેક મારતા રહિશોના રસોડા તેમજ બાથરૂમમાં ઉભરાતા લોકો પરેશાની વેઠી રહ્યા છે.

ઊભરાતી ગટરોની સમસ્યાના કારણે મચ્છરો, ગંદકી તેમજ દુર્ગંઘનો રહિશો સામનો કરી રહ્યા છે
સોસાયટીના મુખ્ય રસ્તા વચ્ચે ગટરોના ગંદા પાણી ચેમ્બરમાંથી ઊભરાતા રહિશોને ઘર તેમજ બહાર રહેવુ મુશ્કેલ બન્યુ છે. માથુ ફાળી નાંખે તેવી દુર્ગંઘના નરક વચ્ચે રહેતા રહિશોની સ્થિતી નર્કાગાર જેવી બની ગઈ છે. આ બાબતે સોસાયટીના રહીશોએ વારંવાર વાઘોડિયા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સ્વાગત ઓનલાઇન વગેરે જગ્યાએ રજૂઆત કરી ચુક્યા છે. એટલુ જ નહિ સમયાંતરે રિમાઈન્ડર પર કરાવી રહ્યા છે. છતા આશ્વાસન સિવાય કામગીરી કરાતી નથી. ઊભરાતી ગટરોની સમસ્યાના કારણે મચ્છરો, ગંદકી તેમજ દુર્ગંઘનો રહિશો સામનો કરી રહ્યા છે. ત્યારે માત્ર 35 ફૂટ જેટલો પાઈપ નાંખી કનેક્શન કરે તો ગટરોના પાણીનો કાયમી રસ્તો નિકળી શકે તેમ છે. છતાં પણ ગ્રામ પંચાયત દ્વારા કામગીરી કરાતી નથી. રહિશોને ભય છે કે હાલ વઘી રહેલા કોરોના વાઇરસના કારણે ગંદકીના કારણે જો રોગચાળો વકરે તો કાબુમા કરવો મુશકેલ બનશે. જેથી આ સમસ્યાનો કાયમી અંત આણવા સત્વરે કામગીરી આરંભાય તેવી રહિશોની માંગ છે.

અરજી કરી હોવા છતાં કામ નથી થતું
રોડપરથી વાહનો પસાર થાય છે તો તેના છાંટા ઘરમાં પડે છે. લેખીતમાં અરજી વારંવાર કરી છતા કામ નથી કરતા. અમારા વોર્ડનો સભ્ય જોવા સરખો નથી આવતો. સ્વાગતમાં પણ ફરિયાદ કરી છે. છેલ્લા ત્રણ વર્ષથી અમારી માંગ પર કામગીરી કરવામા નથી આવતી. ગ્રામ પંચાયત જોડે રૂપીયા નથી તેવુ બહાનુ બતાવે છે. ખાલી ડબક ભરાય ત્યારે આવી ભરી જાય છે. આગળ પાઈપલાઈન નાંખી દે તો કાયમી ઊકેલ આવે તેમ છે. - અલ્પેશભાઈ, સમૃઘ્ઘી સોસાયટી

TDO વહીવટ આપે તો કામ કરી દઈશું
અમે ઠરાવ કરી તાલુકા પંચાયતમા મોકલી આપેલ છે. નોટી ફાઈડની ગ્રાન્ટમા કામ મંજુર કરાવવાનુ છે. પરંતુ વહીવટ નથી આપતી એટલે કામ કેવી રીતે કરવુ? TDO વહીવટ આપે તો કામ કરી દઈશુ. -કપીલાબેન વસાવા, ડે. સરપંચ

અન્ય સમાચારો પણ છે...