તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વાઘોડિયા તાલુકામાં પ્રેમમાં પડેલો ભત્રીજો સગીર ફોઈને ભગાડી ગયો

વાઘોડિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ખંભાતથી વાઘોડિયા આવી સૂતેલી સગીરાને લઇ ગયો હતો

વાઘોડિયા તાલુકાના છેવાડે આવેલ નાનકડા ગામમાં પિયર ઘરાવતી મહિલાનુ પુન: લગ્ન થતાં તે તેની સાસરી ખંભાતના ગામમાં રહે છે. પ્રથમ લગ્ન જીવનથી તેને એક પુત્ર અને પુત્રી છે જે મહિલાના પિયરમા રહે છે. મહિલા ક્યારેક ખંભાત તો ક્યારેક પોતાના બાળકો સાથે રહેવા આવતા હતા.મહિલાની સાસરીમાં આશરે બે એક મહિના પહેલાં લગ્ન પ્રસંગ હોઇ સગીર દીકરીને ત્યાં લઈ ગયા હતા. જ્યાં પોતાના પતિના સગા ભત્રીજાના દીકરા શૈલેષની સગીરા સાથે આંખો મળી હતી.

જોકે એક લોહીનો સંબધ ના હોવા છતાં પરિવાર અને સમાજની રીતે બંનેનો સંબંધ ફોઈ ભત્રીજાનો થતો હતો. દરમિયાન સગીરા સાથે યુવાન એકાંતમાં ગુફતેગૂ કરતાં માતાને શંકા જતા શૈલેષને સમજાવ્યો હતો. હવે પછી કોઈ સંબંઘ કે વાત કરશે નહિ તેવું શૈલેષે વચન આપતાં મહિલાએ પોતાની સગીર દીકરીને કારણે સાસરી પક્ષના સંબંધો બગડે નહિ અને સમાજમા બદનામી થાય નહિ તે માટે તેને પિયરમા રહેતાં વૃદ્ધ માતા અને નાના ભાઈ સાથે રહેવા વાઘોડિયા પરત મોકલી દીઘી હતી.

દરમિયાન શૈલેષ મોબાઈલ પર સગીરાનો સંપર્ક કરી છાનો છાનો તેને ભોળવી પ્રેમના પાઠ ભણાવતો હતો. સગીરાનો ભાઈ વાઘોડિયા સ્થિત ખાનગી કંપનીમાં નોકરી પર ગયો હોય ત્યારે શૈલેષ સગીરા સાથે વાતો કરતો હતો. સગીરા વાતચીત બાદ નંબર ડિલેટ કરી દેતી. આમ સગીરાને શૈલેષ પ્રેમજાળમાં ફસાવી લગ્નના સ્વપ્ના બતાવતો હતો. ગત ૩ જૂનના રોજ સગીરાએ શૈલેષ સાથે કરેલી વાત મોબાઈલમાં ભૂલથી રેકોર્ડિંગ થઈ સેવ થઈ ગઈ હતી. સવારે સગીરાનો ભાઈ નોકરીથી પરત આવ્યો ત્યારે મોબાઈલ ચેક કરતાં રેકોર્ડિંગ સાંભળી ચોંકી ઊઠ્યો હતો.

તેણે પોતાની માતાને સમગ્ર વાતની ફરીયાદ કરી હતી, જેથી માતાએ 5 જૂને વાઘોડિયા આવીશ પછી દીકરીને ઠપકો આપી સમજાવીશ તેવું કહ્યું હતું. બાદ શૈલેષે પ્રેમમા આંઘળા બની સમાજની પરવા કર્યા વિના 5 જૂનની રાતે વાઘોડિયા આવી સગીરા ઘરબહાર ઓસરીમા સૂતી હતી ત્યારે ભગાડી ગયો હતો. સવારે સગીરા ના મળી આવતાં શોધખોળ કરી હતી. શૈલેષની પણ તપાસ કરી તો તે પણ ઘરેથી ગુમ હતો. આખરે માતાએ પોતાની 17.2 વર્ષની સગીર દીકરીને શૈલેષ ઝાલા ભગાડી ગયો હોવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...