તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:વાઘોડિયા તાલુકામાં કોવિડશિલ્ડની અછત સર્જાતાં કેન્દ્રો પર કતારો લાગી

વાઘોડિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેક્સિનનો પુરવઠો તાલુકામાં નહિ ફળવાતો હોવાની બૂમ ઉઠી

વાઘોડિયા ટાઊન અને ગ્રામ્ય વિસ્તારમા કોરોના વેક્સિન લેવા અંગે જનજાગૃતી અભીયાન ચાલી રહ્યુ છે. તો બીજી તરફ કોવીડશિલ્ડ વેક્સિનેશન માટે જિલ્લામાંથી પુરતો પુરવઠો તાલુકામા નહિ ફળવાતો હોવાની બુમો ઊઠી રહિ છે. કોરોનાની લહેર ઓછી થતાં જ વહેલી સવારથી જ લોકો મોટી સંખ્યામા વેક્સિન કેન્દ્રોપર લાંબી લાઈન લગાવી ઊભા રહે છે. પરંતુ અપુરતા જથ્થાને લઈ લોકોને વેક્સીન લિઘા વિના વિલા મોંઢે પરત ફરવુ પડે છે. આરોગ્ય કેન્દ્રપર 200ના ડોઝ ઊપલબ્ધ રહેતા તેની સામે 400થી 500 લોકોનો ઘસારો રોજનો જોવા મળે છે.

તાલુકાના 4 આરોગ્ય કેન્દ્રના 10 વેક્સિનેશન સેન્ટરો શરુ કરાયા છે. તેમાં પણ માંડ રસીનો જથ્થો અપુરતા પ્રમાણમા પહોંચે છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર એક તરફ લોકોને વેક્સિન લેવા માટે પ્રોત્સાહિત કરે છે. મોટી મોટી જાહેરાતો કરે છે. તો બીજી તરફ લોકોને પુરતા પ્રમાણમાં વેક્સિનેશન નથી થઈ રહ્યુ. દરેક લોકોને વેક્સિનેસનનો લાભ મળે તે જરુરી છે. માટે પુરતી વ્યવસ્થા વડોદરા જિલ્લા વહિવટી તંત્ર કરે તેવી લોકમાંગ ઊઠવા પામી છે. વાઘોડિયા પાસે આવેલ ઔધ્યોગીક વસાહતના કંપનીના કામદારો મોટી સંખ્યામા આવતા હોય છે.

તેમા સ્થાનિકો પ્રથમ વેક્સિનેશન મેળવવા કયારેક બહારથી આવતા લોકો સાથે નાની એવી ચકમક પણ ઝરતી હોય છે. કોરોનાની બીજી લહેર અંકુશમા આવી છે. તેનો મતલબ એ નથી કે કોરોના ખતમ થયો છે. વેક્સિનેશન પર આવતા લોકો ચિંતા ઊપજાવે તેવી ભીડ કરે છે. સમાજીક અંતર જાળવવુ જરુરી છે. લોકો ઈચ્છી રહ્યા છે કે આ સમયમા સરકારે તમામ લોકોને વેક્સિનેશનનો લાભ આપે. પુરતો પુરવઠો આપે તો જ કોરોના સામે જંગ જીતી શકાય તેમ છે. કદાચ ત્રીજી લહેર આવે તો પણ લોકોને વેક્સિનેશનથી સુરક્ષા કવચ મળી રહેશે.

અત્યાર સુઘીમા 18+ની વ્યક્તિનું 32% રસીકરણ થયુ છે. જ્યારે 45+ની વ્યક્તિનું 96% રસી કરણ થયુ છે. નગરજનોને ઘરમના ઘક્કા વેક્સિનેશન સેન્ટરોપર ખાવા પડે નહિ તેવી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આયોજન કરાય તેવી લોકમાંગ ઊઠી છે.

અન્ય સમાચારો પણ છે...