તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીકટ પરિસ્થીતી:શાંતીનગરમાં પીવાના પાણી માટે 1 કિમી દૂર આવેલા કૂવા પર નિર્ભર રહેવાનો વારો

વાઘોડિયા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
શાંતીનગર ગામમાં પીવાના પાણી માટે મહિલાઓને એક કિમી દૂર આવેલા કૂવામાં પાણી ભરવા જવુ પડે છે. - Divya Bhaskar
શાંતીનગર ગામમાં પીવાના પાણી માટે મહિલાઓને એક કિમી દૂર આવેલા કૂવામાં પાણી ભરવા જવુ પડે છે.
 • વર્ષોથી મહિલાઓને પાણી માટે ગૌચર સુધી જવું પડે છે
 • ઉનાળામાં પાણીના સ્તર નીચે જતા પરિસ્થીતી વીકટ બને છે

વાઘોડિયા તાલુકાના સણોલી ગ્રામ પંચાયતના પેટાપુરા શાંતીનગર ગામે પીવાના પાણી માટે બારેમાસ લોકોને ગામથી એક કિલોમીટર દુર આવેલ 50 વર્ષો જૂના કૂવાથી તરસ છીપાવી પડે છે.  ગામની મહિલાઓને પીવાના પાણી માટે આ કૂવા પર નિર્ભય રહેવુ પડે છે. ઊનાળાનો તાપ હોયકે ચોમાસાનો વરસાદ આ ગામની તમામ મહિલાઓને એક કિલોમીટર દૂર ગૌચર સુઘી આવવુ પડતુ હોય છે. 40 વર્ષોથી આજ સ્થિતીમા ગામલોકો પાણી ભરી રહ્યા છે. ક્યારેક ઊનાળામા પાણીના સ્તર નીચે જતા વિકટ પરીસ્થીતીનો સામનો કરવો પડે છે. અનેક વખત ગામલોકોએ તંત્રને રજૂઆતો કરી છે.

ગરીબ અને પછાત ગ્રામજનોની વાત તંત્ર સાંભડવા તૈયાર નથી. પિવાના પાણીની મુડભૂત જરુરીઆત સંતોષવા તંત્ર નિષ્ફળ નિવડ્યુ છે. ત્યારે પાણીની આશાએ લોકોએ આખે આખી જીંદગી પુરી કરી નાંખી છતાં પાણી માટે વલખાં મારવા પડે છે. ચુંટણી ટાણે ઠાલા વચનો આપી નેતા ગરીબ પ્રજા પાસે મત માંગી જાય છે. જયારે સુવિધા આપવાની હોય ત્યારે પ્રજાના પ્રતીનિઘી પ્રજાની પડખે ઊભા રહેતા નથી. મહિલાઓ, નાની કિશોરીઓ કૂવા કાંઠે દોરડુ અને બેડા લઈ પાણી ભરી લાવે છે. ભણવા-રમવાના સમયે બાળપણ પાણી ભરવામાં વિતી જાય છે. જેથી ગામની મહિલાઓ જણાવી રહી છે કે વહેલી તકે અમને પાણીની લાઈન નાખી પાણી મળે તેમ ઇચ્છી રહ્યાં છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો