વાઘોડિયાના નર્મદપુરા ગામ પાસેથી પસાર થતી રવાલ- જોબન ટેકરી માઈનોર કેનાલમા ભંગાણ પડતા 40 વિંઘા ખેતરોમા પાણી ફરી વળતા ખેડૂતોને આર્થીક માર સહન કરવાનો વખત આવ્યો છે. માઈનોર કેનાલ ઓવરફ્લો થવાના કારણે માટીનો કાચો પાડો તુટી પડતા ખેતરોમાં દોઢ ફુટ જેટલા પાણી ફરી વડ્યા છે. દિવેલા, ઘઊ, ચણા, જુવાર, મકાઈ, સુંઢીયુ અને એરંડાના પાકો બર્બાદ થવાની ભીતી સેવાઈ રહિ છે.
ખેડૂતોએ પરસેવો વહેવડાવી તૈયાર કરેલ મહામુલો પાક નર્મદા સિંચાઈ વિભાગના કારણે વેડફાઈ જતા ખેડૂતોની પરીસ્થીતી કફોળી બની છે. વારંવાર નર્મદા સિંચાઈ વિભાગનુ ધ્યાન દોરવા છતા ખેડુતોની રજુઆત કાને ધરાતી નથી. જેના કારણે ખેડૂતોને આર્થીક ફટકો સહન કરવાનો વખત આવ્યો છે. ત્યારે નિગમની બેજવાબદારીને કારણે ખેડૂતોને થયેલ નુકશાનીનું વળતર કોણ આપશે? એક મોટો સવાલ ઊપસ્થીત થયો છે.
તો બીજી તરફ ઘટનાના પગલે નર્મદા નિગમના અઘિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને સમગ્ર પરીસ્થીતી પાછળ ખેડૂતોએ બીન પરવાનગી નાળું નાંખતા આ સમગ્ર પરીસ્થીતી ઊભી થઈ હોવાનું ઠિકરુ ખેડુતોના માથે ફોડ્યુ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.