તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારી:મુવાડામાં 4 શખ્સોએ મા-દીકરાને ઢોર માર મારતાં સારવાર હેઠળ

વાઘોડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ધરપકડ કરાયેલ ચાર આરોપીઓ. - Divya Bhaskar
ધરપકડ કરાયેલ ચાર આરોપીઓ.
  • પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી જેલભેગા કર્યા

વાઘોડિયાના મુવાડા ગામે એક જ ફળિયામાં રહેતા માથાભારે ઈસમોએ સામાન્ય બાબતમાં મા-દિકરાને માર મારતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.

મુંવાડા ગામે જગદિશભાઈ પ્રતાપભાઈ પરમાર પોતાના પરિવાર સાથે રહે છે. ત્રણેક મહિના પહેલા ઘર બહાર બાથરૂમ કરવા નીકળેલ જગદિશભાઈને મારા ઘરની બાજુ આંટાફેરા કેમ મારે છે. તેવુ કહી સંજય શંભુભાઈ પરમારે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. જેથી જગદિશભાઈ પોતાના માસીની ત્યાં રહેવા ગયેલ, તેણે પરત ઘરે આવેલો જોઈ સંજય ઊશ્કેરાઈ ગયો હતો. જુની અદાવત રાખી “તુ ઘરે કેમ આવ્યો’ તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો. બોલાચાલી સાંભળી દિલીપ મણીલાલ પરમાર તથા અનીલ દિલીપભાઈ પરમાર હાથમાં લાકડીઓ લઈ દોડી આવ્યા હતા. તેવામાં સંજયે હાથમાં રહેલી લાકડીનો જોરદાર ફટકો જગદીશભાઈના માથામાં ફટકારી દેતા જગદીશભાઈ બેભાન થઈ ઢળી પડ્યા હતા. દિલીપે જમના પગે અને ભાવેશ અમીરભાઈ પરમારે જમના હાથના પંજામાં લાકડીઓ મારવાનું શરૂ કરતા જગદીશભાઈ લોહીલુહાણ બન્યા હતા.

પોતાના પુત્રને માથાભારે ઈસમોના મારથી છોડાવવા પડતા માતા કાશીબેનને પણ શખ્સોએ માર મારતા તેવોને બંન્ને હાથે ઈજાઓ પહોંચી હતી. પોતાની સાસુના હાથે ફેક્ચર અને પતિને બેભાન અવસ્થામાં હાથે પગે ફેક્ચર સાથે ઘાયલ અવસ્થામાં જોતા પત્ની હંસાબેને બૂમાબૂમ કરી મદદ માટે લોકોને બોલાવતા પોતાના પતિને અને સાસુને સારવાર માટે 108 મારફતે પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે પોતાના દિયર અને દેરાણી સાથે મોકલી આપ્યા હતા. જાતે વાઘોડિયા પોલીસ મથકે પહોંંચી માથાભારે ચારેય શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી જેલભેગા કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...