તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:જરોદ ગામમાં યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વાઘોડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સાવલી તાલુકામાં આવેલ જરોદ નજીક ગરધીયા ગામ ખાતે આર આર ગ્લોબલ કંપનીમાં કામ કરતા દિયાલ કેતીપ્રભા રાભા મૂળ રહે રંગછાઇ ગામ થાણા અગીયા સબડીવિઝન જિ. ગોલપારા આસામના વતની જરોદ ખાતે આવેલ પાર્શ્વ ભૂમિ સોસાયટી મકાન નંબર 38માં ભાડે રહેતો હતો. જે અગમ્ય કારણોસર પોતાના મકાનમાં રહેલ પંખાના હુકમાં લટકીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

તેની બાજુમાં રહેતો કંપનીના સુપરવાઈઝરને ખબર પડતાં સુપરવાઈઝરે મૂળ લેબર કોન્ટ્રાક્ટ ચલાવતા મોહનસિંહને જાણ કરતા મૂળ માલીકે જરોદ પોલીસને જાણ કરી હતી. જરોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આત્મહત્યા કરનાર દિયાલ કેતીપ્રભા સભાની લાશ પંખાના હુક પરથી નીચે ઉતારી હતી. જેને જરોદ રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને દિયાલ કેતીપ્રભા સભા ક્યાં કારણોસર આત્મ હત્યા કરી છે. જે દિશામાં ઝીણવટભરી તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...