તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:જરોદમાં કોલેજિયન યુવતી પાછળ આંટાફેરા કરી રોમિયોગીરી કરતાં યુવાન દ્વારા મારપીટ

વાઘોડિયા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવતીએ તમાચો ચોડી દેતાં યુવકે પણ તેને લાફો મારી દીધો

વાઘોડિયાના જરોદ ગામે 19 વર્ષીય યુવતીની પાછળ આંટાફેરા કરી રોમિયોગીરી કરતા યુવાનનો પ્રતિકાર કરતા યુવતી અને તેના માતાપિતા સાથે યુવાન અને તેના પિતાએ મારપીટ કરતાં તેઓ સામે પોલીસ ફરિયાદ નોંઘાઈ છે. જરોદ ગામની એક સોસાયટીમાં રહેતી 19 વર્ષીય યુવતી એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી. દરમિયાન જરોદમાં સરપંચવાળા ફળિયામાં રહેતો પ્રિયાંશ ઉર્ફે પિન્ટુ ચૌહાણ યુવતીનો પીછો કરી તેના ઘરની આસપાસ આંટાફેરા કરતો હતો .એટલું જ નહીં યુવતી ઘર બહાર બજારમાં નીકળે તો પણ તેની પાછળ આંટાફેરા કરતો હતો.

વાત વધુ વણસે નહીં તે માટે યુવતી ચૂપ રહી તકરારથી દૂર રહેવાનુ પસંદ કરી યુવકની હરકતો સહન કરતી હતી. છતાં યુવકનો ત્રાસ અતિશય વધતાં યુવતી પોતાનો અભ્યાસ બગડે નહિ તે માટે એક વર્ષથી અમદાવાદ ખાતે પોતાની ફોઈના ઘરે રહી અભ્યાસ કરતી હતી. હાલ કોરોના માહામારી ઓછી થતાં યુવતી પોતાના વતન જરોદ ખાતે પરિવાર સાથે રહેવા છેલ્લા એક માસથી આવી હતી. યુવતીને પરત ગામમાં( જરોદ) જોતાં જ પીન્ટુએ રોમિયોગીરી શરૂ કરી હતી. યુવતી પોતાની સોસાયટીના નાકે તેના મમ્મી પપ્પા સાથે રાત્રે જમી પરવારી વોકિંગ માટે નીકળી હતી.

ત્યારે રાત્રે સાડાઆઠની આસપાસ યુવકે તેઓનો પીછો કરી બાઈક પર બેસી તેમની આગળ પાછળ ચક્કર લગાવતો હતો. આ જોઈ યુવતીએ ગુસ્સામાં આવી યુવકને સબક શિખવાડવા તેના ગાલ પર તમાચો ચોડી દઈ મારી આગળ પાછળ કેમ આંટાફેરા મારે છે, તેવું કહેતાં સામે પિન્ટુ ઊશ્કેરાયો હતો. પિન્ટુએ યુવતીના ગાલે બે ત્રણ લાફા ઝડી દઈ યુવતીને ખોટી રીતે સ્પર્શ કરવાની કોશિશ કરી હતી. પુત્રીને પિન્ટુના મારથી બચાવવા માતા વચ્ચે પડતાં પિન્ટુએ તેમને ધક્કો મારી જમીન પર ફેંકી દીઘી હતી.

યુવતીના પિતા પણ વચ્ચે પડ્યા તો તેમને પણ પિન્ટુએ છાતી તેમજ શરીરના ભાગે મુક્કા મારી ઈજાગ્રસ્ત કરી દીઘા હતા. પિન્ટુએ પોતાના પિતા વિનોદસિંહ ઊર્ફે ભકાભાઈ ચૌહાણને ફોન કરી બોલાવતાં પિતા પુત્રની જોડીએ યુવતીના પરિવાર સાથે ઝઘડો વધારી મારપીટ કરી આતંક મચાવ્યો હતો. આથી યુવતીએ પોતાના પરિવારને બચાવવા પોલીસને ફોન કરતાં પિન્ટુ અને તેના પિતા ભકાભાઈ ભાગી છુટ્યા હતા. ઘાયલ પિતાને સારવાર માટે ખસેડી યુવતીએ જરોદના સરપંચ ફળિયામા રહેતા પ્રિયાંશ ઊર્ફે પીન્ટુ અને તેના પિતા વિનોદસિંહ સામે પોલીસ મથકે ફરિયાદ નોંઘાવી છે.

અન્ય સમાચારો પણ છે...