હુકમ:આમોદરની ચોરીમાં પકડાયેલ સહેલી સહિત 4ના રિમાન્ડ પૂરા થતાં જેલમાં

વાઘોડિયા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ચોરાયેલો 25.11 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો

વાઘોડિયા આમોદર શ્યામલ કાઉન્ટીનમાં ભાડે રહી અભ્યાસ કરતી પારુલ યુનિવર્સિટીની છાત્રા પ્રેરણા શાહની અમદાવાદની સહેલી યુક્તાએ પોતાની માતા નિલમ ગઢવી, સિદ્ધાર્થ ગઢવી તથા નિલમ સાથે લવઈન રિલેશનશિપમાં રહેતા શૈલેષ પટેલ(ગાંધીનગર)ની ચોરીના કેસમાં ધરપકડ કરી હતી.પોલીસે રિમાન્ડ દરમિયાન આ આરોપીઓ પાસેથી ચોંકાવનારી વિગતો કઢાવી હતી. સોશિયલ મિડીયાના સંપર્કમા આવેલા આ છાત્રાની અમદાવાદની સહેલી યુક્તા ગઢવીએ પરીવાર સાથે ચોરી કરાવી હતી.

પ્રેરણાની એક્ટીવા લઈ યુક્તાના ભાઈએ જ્યુબિલીબાગ, વડોદરાના એક શખ્સ પાસે એક્ટીવામાં રાખેલી મકાનની ડુપ્લિકેટ ચાવી બનાવી હતી. બાદ યુક્તાએ પ્રેરણાને અમદાવાદ બોલાવી તેના પરિવારને આમોદર ગામે મોકલી પ્રેરણાના મકાનમાં ચોરી કરાવી હતી. પ્રેરણાને જાણ થતાં પોલીસ ફરિયાદ કરી હતી.

પોલીસે યુક્તા, તેની માતા નિલમ અને ભાઈ સિદ્ધાર્થ સાથે નિલમના પુરુષ મિત્ર શૈલેષની ધરપકડ કરી હતી. તેઓ પાસેથી મુદ્દામાલ રિકવર કર્યો હતો. ડુપ્લિકેટ પોલીસ બની ગુનાહિત પ્રવૃત્તિ કરનાર નિલમ સામે વાઘોડિયા પોલીસે ફરિયાદ નોંધાવી છે. આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં સેન્ટ્રલ જેલ, વડોદરા મોકલવા કોર્ટે હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...