કાર્યવાહી:ગોરજમાં પરિણીતાએ સાસરિયાંના ત્રાસથી ઝેરી પ્રવાહી દવા ગટગટાવી

વાઘોડિયા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિણીતાએ સાસુ, સસરા, પતિ અને દિયર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

વાઘોડિયાના ગોરજ ગામે હરિજન વાસમા રહેતી પરણીતા ચંદ્રીકાબેનના 5 વર્ષ અગાઊ વાઘોડિયાના ગોરજ ગામે લગ્ન થયા હતા. લગ્નના થોડા વર્ષો સુઘી પતી વિજયભાઈ મંગળદાસ પત્નીના પિયર ડભાસા ખાતે અવરજવર કરતા રહ્યા. સમય જતા નાની મોટી વાતોમાં ઘર કલેશ અને મારજુડ શરુ થઈ હતી. પરણીતા પોતાના પિયરમા માતાપીતાને વાત કરતા તેવો દિકરીનો સંસાર બગડે નહિ તે માટે સમજાવી સાસરી (ગોરજ) પરત મોકલતા હતા. 15 મે 2020ના રોજ પરિણીતા સાથે દિયર હિતેશનો ઝધડો થયો હતો. જેથી દિયરે આવેશમા આવી દંડાની ઝાપટ ડાબા કાનના ભાગે મારતા પરિણીતા ઈજાગ્રસ્ત થઈ હતી.

સાસુ- સસરા અને પતીએ પણ ઊપરાણુ બોલાચાલી કરી શારીરીક અને માનશીક ત્રાસ આપવાનો શરુ કર્યો હતો. ઝધડાના દિવસે સાસરીયાઓએ પરણીતાના દિયરનું ઊપરાણુ લઈ ‘તુ અમારા ઘરમાંથી નિકળીજા, તારી કોઈ જરુર નથી. છોકરાના કારણે તને રાખી છે.’ તેવુ કહેતા પરણીતાને લાગી આવ્યુ હતુ. જેથી પરણીતાએ ઘઊંમા નાંખવાની પ્રવાહિ દવા પી લેતા અપઘાતની કોશીશ કરી હતી.

જે બાદ પરિણીતાને કાકા સસરા અને અન્ય લોકોએ લિમડા સ્થીત પારુલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડી હતી. પરંતુ વઘુ સારવારની જરુર જણાતા એસએસજી હોસ્પિટલ ખસેડી હતી. ગુરુવારે પરિણીતા ભાનમા આવતા આખી હકિકત કહિ સંભડાવતા પોલીસે સાસુ સસરા, પતી અને દિયર વિરુદ્ધ ફરિયાદ નોંઘી હતી.

અન્ય સમાચારો પણ છે...