વાઘોડિયાની અંબીકા સોસાયટીમાં રહેતા બે સંતાનની માતાએ પતિ મંદિરે દર્શનાર્થે ન લઈ જતા માઠુ લાગતા બેડરૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.વાઘોડિયા નવીન કોર્ટ પાછળ આવેલ અંબીકા ટેનામેન્ટ સોસાયટીમા મકાન નં. 44 (રહે. નારણપુરા, દંગીવાડા, તા. ડભોઈ, જિ. વડોદરા)મા રહેતા દક્ષાબેન રમેશભાઈ બારીઆ (ઊં. વર્ષ 40) પોતાના પતી અને બે સંતાનો સાથે વાઘોડિયાની અંબીકા ટેનામેન્ટ સોસાયટીમા રહે છે. પતી રમેશભાઈ છગડો રિક્ષા ચલાવી પરીવારનું ભરણ પોષણ કરે છે.
આજે રવીવાર હોવાથી તેવોને વડોદરાના પોર ગામે આવેલ બળીયાજીના મંદિરે જવાનુ હતું. પત્નીએ દર્શનાર્થે સાથે લઈ જવાની જીદ્દ કરી, પરંતુ વર્ઘી હોય પતિ દક્ષાબેનને લઈ ગયા ન હતા. જે બાબતનુ માઠુ લાગી જતા, પતિને વર્ધી લઈ જવા દિધા બાદ પોતે ઘરના બેડરુમમાં જઈ ઓઢણીને પંખા સાથે બાંઘી ગાળીયો બનાવી મોત વહાલુ કર્યુ.
જ્યારે બાળકોએ માતાને પંખે લટક્તી જોઈ પોતાના પિતાને જાણ કરી હતી. પતિ રમેશભાઈએ આ અંગે વાઘોડિયા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામુ કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે જરેદ રેફરલમાં ખસેડી તપાસ હાથ ધરી છે. દક્ષાબેનના અવિચારી પગલાથી પતી અને બાળકો નિરાધાર બન્યા છે. ત્યારે નજીવી બાબતમા પત્નીના અપઘાતથી પતી રમેશભાઈ શોકમા સરી ગયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.