તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ગોરજ ગામે છેલ્લા 4 મહિનાથી પીવાના પાણીની વિકટ સમસ્યા

વાઘોડિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાઘોડિયાના ગોરજ ગામમા પાણીની સમસ્યા લઈને ગામજનોએ અઘિકારીઓ સમક્ષ ઉગ્ર રજૂઆતો કરાઈ હતી. તે દરમિયાન સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. - Divya Bhaskar
વાઘોડિયાના ગોરજ ગામમા પાણીની સમસ્યા લઈને ગામજનોએ અઘિકારીઓ સમક્ષ ઉગ્ર રજૂઆતો કરાઈ હતી. તે દરમિયાન સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા.
  • અધિકારીઓ ગામમાં આવતાં લોકટોળાંએ એકત્ર થઈ સોશિયલ ડિસ્ટન્સનો દાટ વળ્યો
  • પીવાના પાણીની લાઈન માટે રજૂઆતો કરવા છતાં સરપંચ અને અઘિકારીઓ દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવતી નથી

વાઘોડિયાના ગોરજ ગામે છેલ્લા ત્રણ મહિનાથી પિવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. જેના કારણે અધિકારીઓ ગામમા આવતા લોકટોળા એકત્ર થતા સોશિયલ ડિસ્ટન્સનો દાટ વળ્યો હતો. ગોરજ ગ્રામજનો આક્ષેપ કરે છે કે સરપંચ અમરીષભાઈ ગામ તરફ જોવા સુધ્ધા ફરકતા નથી. તાલુકા મથકે કરોડો રૂપિયાનો આરો પ્રોજેક્ટ ગામ નજીક ગુતાલમા સ્થપાયો છે. છતા ગામને પાણીનો લાભ નથી મળતો. ગામમા 30 વર્ષ જૂની પાઈપ લાઈન જર્જરીત હોવાથી ઠેરઠેર લિકેજની સમસ્યા સતાવી રહિ છે. અનેક ભંગાણના કારણે પાણી પહોંચતુ નથી. વડોદરા પાણી પુરવઠા તરફથી ગામલોકોને પિવાનુ પાણી મળે તેવી અનેક રજૂઆતો કરવા છતા તંત્ર આંખ આડા કાન કરે છે.

છેલ્લા ત્રણ વર્ષથી લોકો બોરવેલ, હોજ અને પિવાના પાણીની લાઈન માટે રજુઆતો કરતા આવ્યા છે. છતા સરપંચ અને અઘિકારીઓ પ્રજાને પડતી મુશ્કેલી નિવારી શકાય તેવી કોઈ વિકલ્પીક વ્યવસ્થા કરતા નથી. આમ, તો ગામ દેવનદિને કાંઠે વસેલુ છે. નદિમા પાણી ભરપુર વહે છે. પરંતુ મોટા માનવભક્ષી મગરોએ અનેક લોકોનો શિકાર કરી મોતને ઘાટ ઊતારતા નદિમા પ્રવેશબંઘી કરવામા આવી છે. પ્રાથમિક જરૂરીઆત પાણી જ ન મડે તો કેવા પ્રકારની મુસીબતોનો સામનો કરવો પડે તે અઘિકારીઓ સમજી શકે છે.

તે માટે 200 ઊપરાંત મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને યુવાનો એકઠા થયા હતા. સાંજના સમયે ગામલોકોની રજૂઆત સાંભડવા અઘિકારીઓ ગોરજ પહોંચ્યા હતા. ગોરજ પંચાયતના સરપંચ અમરિશભાઈને પણ બોલાવામા આવ્યા હતા. રોષે ભરાયેલા લોકટોળાઓએ અઘિકારીનો ઘેરો કરી રજુઆતનો મારો ચલાવ્યો હતો. જેથી લોકો ટોળે વળતા કોરોના ગાઈડ લાઈનનો ભંગ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...