તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગાર:વાઘોડિયામાંથી જુગાર રમતા સ્ત્રી-પુરુષ સહિત 4 ઝડપાયા

વાઘોડિયા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આનંદ નગરી પાસે જાહેરમાં જુગાર રમાતો હતો

વાઘોડિયા પોલીસે બાતમી આધારે આનંદનગર પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા સ્ત્રી-પુરૂષ સહિત 4 વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે.

વાઘોડિયા પોલીસ ટાઉનમા પેટ્રોલીંગમાં હતા. તે વખતે બાતમી મળી હતી કે ટાઉનમા આવેલ આનંદ નગરી પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પતા પાના વડે જુગાર રમી રહ્યા છે. જેના આઘારે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા કેટલાક ઈસમો ગોલ કુંડાળુ વળી જુગાર રમી રહ્યા હતા. તે વખતે તેઓને કોર્ડન કરી પકડી પાડેલ હતા. તે જગ્યાએ તપાસ કરતા પત્તા-પાના તેમજ રોકડા રૂપીયા 4924 તેમજ અંગ જડતી કરતા તેઓ પાસેથી 8500 રૂપિયા સાથે આરોપી રણજીત છત્રસિંહ ગોહિલ, કિરીટ શાંતિલાલ પરમાર, શબ્બીર લતીફ ચૌહાણ, મંજુલા તે ઇશ્ર્વરભાઇ દશરથભાઈ વસાવાને પકડી પાડી કુલ 13920 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...