તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:વાઘોડિયા તાલુકા સેવા સદનમાં ગુરુવારથી ફોર્મ ભરવાનું શરૂ , તા.પં.ની સીટ પર 4 ફોર્મ ભરાયા

વાઘોડીયા16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિ. પં.ની ગોરજ અને જરોદ સીટ પરથી 2 ઉમેદવારે ફોર્મ ભર્યા

વાઘોડિયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારોની યાદી સાંજ સુધીમા ભાજપે જાહેર કરી હતી .જ્યારે કોંગ્રેસે ઉમેદવારી યાદી જાહેર કરવાની બાકી છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારોને ઈશારો મળતાં વગર મેન્ડેટે ફોર્મ ભરવાનુ શરુ કર્યુ છે. વાઘોડિયા સેવા સદન ખાતે કોંગ્રેસે ગોરજ જિલ્લા પંચાયતમાંથી હંસાબેન નારણભાઇ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે જિલ્લા પંચાયત ઘર યોજના અપક્ષ વજુભાઈ હિંમતભાઈ ભર્યા એ ઉમેદવારી નોંધાવી હતી.

આમ વાઘોડિયા જિલ્લા પંચાયતની ગોરજ અને જરોદ સીટ પરથી કુલ બે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જ્યારે વાઘોડિયા તાલુકા પંચાયતની સીટ પરથી ચાર ફોર્મ ભરાયાં. ગોરજ સીટ પરથી સોમાભાઈ કાળાભાઈ પરમાર, વસવેલ સીટ પરથી વસાવા ચંદુભાઈ સોમાભાઈ તથા વ્યારા પરથી પટેલ દિનેશભાઈ જેસંગભાઈએ કોંગ્રેસમાંથી ઊમેદવારી નોંઘાવી હતી. તો બહુજન સમાજ પાર્ટીએ પોતાનો એક ઊમેદવાર વાઘોડિયા તાલુકા પંચાયત વોર્ડપરથી પોતાના ઊમેદવાર ઊભો રાખ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો