વાઘોડિયા તાલુકાના ખંધા ગામેથી પસાર થતી જામ્બાંનદિના કોતરોની છેલ્લા 2 વર્ષ કોરોનામા પસાર થતા સફાઈના અભાવે કોતરોમા મસમોટા ઝાડી ઝાંખરા ઊગી નિકળ્યા છે. આ વર્ષે સુજલામ સુફલામ્ અંતર્ગત કોતરો અને કાંષોને ખુલ્લા કરાયા નથી. પરિણામે આ વર્ષે ચોમાસા દરમ્યાન રાજનગર, માડોધર, વાઘોડિયા, આજવા, સણોલી, ખંધા, ગજાદરા, અલવા, પિપડીયા, રોપા અને ઊમરવા જેવા ગામોમા પુરના પાણી ફરી વડવાની દહેશત સર્જાઈ છે.
બીજી તરફ કોતરોને પુરાણ કરી ગેરકાયદેસર બાંઘકામો કરાતા પાણીના નિકાલનો પ્રશ્ન યથાવત્ રહેતા આ વખતે પણ વાઘોડિયા - વડોદરા રોડ પુરના પાણી ફરી વડતા પ્રભાવીત થવાની સંભાવનાઓ વઘી રહિ છે. પિપળીયા અને રોપા ગામમા પુરના પાણી અઠવાડીયા સુઘી ગામમા ફરતા હોવાથી પિપળીયા ગ્રા. પંચાયતે સિચાઈ વિભાગને લેખીત તેમજ મૌખીક રજુઆત બાદ પણ જાંમ્બા નદિના કોતરો સાફ નહિ કરાતા સરપંચ- તલાટીએ જાતેજ કોતરોની સાફ સફાઈ હિટાચી મશીનથી કરાવી હતી. જિલ્લા વહિવટી તંત્રની ઊદાસીનતાના કારણે ગામડાઓમા પુરની પરીસ્થીતી દરમ્યાન ગરીબ વર્ગ, નોકરીઆત અને ખેડુતોને આર્થીક ફટકો વેઠવાનો વખત આવે છે.
તાલુકા કક્ષાએ પણ વારંવાર રજુઆત બાદ પણ કોતરો અને કાંષોની સફાઈ અધુરી જોવા મળી રહિ છે. ત્યારે તંત્રના પાપે આ વર્ષે ગત્ વર્ષ કરતા પણ વધુ પરીસ્થીતી વણશે તો જવાબદાર કોણ? સરકારી બાબુઓ AC ચેમ્બર છોડી જાંમ્બા નદિની સ્થિતી નજરે નિહાળે તેમ તાલુકાની જનતા ઈચ્છી રહિ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.