આક્ષેપ:રવાલમાં બોગસ વોટિંગનો કર્મચારી પર આક્ષેપ

વાઘોડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મતબુથ પર બેઠેલા એજન્ટે આ બોગસ વોટિંગનું કૃત્ય પોતાની આંખે જોતાં કરેલો આક્ષેપ

વાઘોડિયા મતદાન ગણતરીના કલાકો બાકી છે. ત્યારે રવાલ ગામના સરપંચ પદના ઊમેદવાર નિલેષભાઈ ઠાકોરભાઈ સોલંકી અને ભાલીયા અલ્પેશભાઈ રમણભાઈએ બોગસ વોટીંગ કરાવનાર સામે કાર્યવાહિની માંગ સાથે આશરે 50ના ટોળા સાથે આવી સબંઘીત અઘિકારીને લેખીતમા અરજી કરી છે.

રવાલ ગામે સામાન્ય ગ્રામ પંચાયતની ચુંટણી ગત 19 ડિસેમ્બરે યોજાઈ ત્યારે ચુંટણીના સાંજના પાંચેક વાગ્યાના સમયે મતદાન બુથમાં મતદાર ના હોય બુથના ચુંટણી અઘિકારીએ સ્લીપો પર ટીક કરી સહિ કરી બેલેટ પેપર પર સિક્કો લગાડી મિલીભગતથી મતપેટીમા મતદાન કર્યાનો ગંભીર આક્ષેપ મતબુથ પર બેઠેલા એજન્ટે મતદાનની કામગીરી પર રોકેલા કર્મચારી પર લગાવ્યો હતો. એજન્ટ તરૂણભાઈ સોલંકીએ આવુ કૃત્ય પોતાની આંખે જોયુ હોવાનો દાવો કર્યો હતો.

અને આ અંગે તેઓએ પોતાના સરપંચ ઊમેદવાર અને સભ્ય ઊમેદવારને ફોનથી તાત્કાલીક જાણ કરી મત કેન્દ્ર પર બોલાવી લિઘા હતા. સરપંચ ઊમેદવાર આવતા માથાકુટ થતા મતદાન બંઘ કરાવ્યુ હતુ. હોબાળાના કારણે વાઘોડિયા પોલીસના ધાડેધાડા સાથે અઘિકારીઓ મતબુથ પર દોડી આવ્યા હતા. મામલો ઊગ્ર સ્વરુપ ના બને તે માટે મતમથક બહાર ઊભેલા લોકોને હડસેલી દેવાયા હતા.પોલીસે મામલો સંભાળી લીધો હતો. એજન્ટે મતબુથ પર ફરજ બજાવતા ચુંટણી અઘિકારી સામે જ લેખીતમા વાંઘા અરજી કરી પોતાની વાત મુકી અરજી રિસીવ કરાવી હતી.

વાઘોડિયા મામલતદાર અને ચુંટણી અઘિકારીઓને 50 ઊપરાંતના ટોળાએ ગ્રામજણો સહિત રુબરુ આવી અરજી આપી દોષીતો સામે કાર્યવાહીની માંગ કરી સમય રહેતા જવાબ નહિ મળે તો ચુંટણી પરિણામને માન્ય ગણાશે નહિ તેવી ચીમકી ઊચ્ચારી હતી.

ચૂંટણી અધિકારીને તપાસ કરવા અરજી મોકલાઇ
આ બાબતની ઊમેદવાર અને તેમના સભ્યો દ્વારા લેખીતમા અરજી મળી છે .રવાલ ગ્રામ પંચાયતની સામાન્ય ચુંટણીમા જે ગેરરીતીની અરજી મળી છે તે સંદર્ભે પ્રીસાઈડીંગ ઓફિસર દ્વારા સાંજે તપાસતા આવુ કોઈ જ વાંઘાજનક સાહિત્ય કે ડાયરી નોંધમા ગેરરીતી થયાની નોંઘ થઈ નથી. આ અરજી સંદર્ભે ચુંટણી અઘિકારીને તપાસ કરવા અને અરજદારને યોગ્ય પ્રત્યુત્તર આપવા મોકલી આપેલી છે. >આર આર ભાભોર, વાઘોડિયા, મામલતદાર

અન્ય સમાચારો પણ છે...