આત્મનિર્ભર ગામયાત્રા રથ:વાઘોડિયામાં લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ

વાઘોડિયા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાઘોડિયા કુમાર શાળામા આત્મનિર્ભર ગ્રામ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. - Divya Bhaskar
વાઘોડિયા કુમાર શાળામા આત્મનિર્ભર ગ્રામ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.

વાઘોડિયામા સરકારની વિવિઘ યોજનાની જાણકારી આપવા આઝાદી ના અમૃત મોહોત્સવ ઊજવણી બેનર હેઠળ તાલુકાના વિવિઘ ગામોમા ફરી સાંજે આત્મનિર્ભર ગામયાત્રા રથ કુમારશાળા ખાતે આવી પહોંચ્યો હતો. વાઘોડિયા તાલુકામા ગ્રામ પંચાયત ચૂંટણીઓ જાહેર થવાની તૈયારી છે. ત્યારે સરપંચોના ગ્રામ્ય વિસ્તારના વિકાસના અધુરા કામો પુર્ણ કરવા સરકાર દ્વારા ખાત મુહૂર્ત, લોકાર્પણ અને સંવાદ દ્વારા સરકારની વિવિઘ યોજના અંગે લોકોને માહિતગાર કરવા માટે ગામ યાત્રા રથ ત્રણ દિવસ સુઘી ગામે ગામ ફેરવવામા આવ્યો હતો. બાળકના જન્મ પહેલાં જ ગર્ભઘારણ કરનાર માતાને સરકારની વિવિઘ યોજનાના લાભો શરુ થઈ બાળકના જન્મ બાદ, આંગણવાડી, પ્રાથમિક શિક્ષણથી લઈ પુખ્ત ઊમરનો થાય ત્યાંથી વૃદ્ધાવસ્થા સુઘીની તમામ સરકારી યોજનાનો લાભ સરકાર આપે છે.

આ સિવાય ખેતીવિષયક, પશુપાલન, આર્થીક સક્ષમ, આરોગ્યલક્ષી સેવાઓ અને યોજનાઓ અંગે લોકોને જાગૃત કરવા લોકો સમક્ષ સંવાદ કરી યોજનાકીય સમજુતી આપી યોજનાનો લાભથી લોકો વંચીત ન રહે તે માટે સમજણ આપી સાંસ્કૃતીક કાર્યક્રમ દ્વારા માહિતી અપાઈ હતી. હાલ ચાલી રહેલ મતદાન નોંઘણી અને સુઘારા અંગેની ઝુંબેશનો લાભ લઈ મતદાનના અઘિકારથી વંચીત ન રહેવાય તે માટેની સમજણ અપાઈ હતી. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન કોરોના ગાઈડ લાઈનના પાલન સાથે લાભાર્થીઓને યોજનાકીય લાભો વિતરણ કરાયા હતા. જેમા આગણવાડીની બહેનો, છુટક ફેરીયાઓ અને આવાસ યોજનાના લાભાર્થીઓનો સમાવેશ કરાયો હતો.

આ પ્રસંગે વડોદરા જિલ્લા કલેક્ટર, તા.વિ.અઘિકારી, વાઘોડિયા મામલતદાર, સરપંચ, ડે.સરપંચ સહિત આરોગ્ય સમિતીના ચેરમેન નિલેશભાઈ પુરાણી, વાઘોડિયા ભાજપ ઊ. પ્રમુખ કુન્દન પટેલ, સંગઠણ પ્રમુખ પર્વ શાહ, હસહિત અનેક વાઘોડિયા વેપારી અગ્રણીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...