વાઘોડિયા વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને વડોદરા અને વાઘોડિયા તાલુકાની જનતાએ બહુમતી સાથે જીત અપાવતાં સમર્થકોએ જય ભવાની જય જય શ્રી રામના નારા સાથે તેમને વધાવી લીધા હતા. કાર્યકર્તા અને શુભચિંતકોએ અપક્ષ ઊમેદવારી જીતવા બદલ શુભેચ્છા પાઠવી હતી.
વાઘેલાની જીતથી વાઘોડિયામાં જય અંબે ચાર સસ્તા પાસે ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરાઇ હતી. વાઘોડિયા બેઠક પર મધુ શ્રીવાસ્તવ અને ભાજપ, કોંગ્રેસને માત આપી ધર્મેન્દ્રસિંહ વાધેલાને કુલ 77905 મત મળ્યા હતા. ભાજપના હરીફ ઉમેદવાર અશ્વિન પટેલને 14,006 મતથી હરાવી તેમણે જીત મેળવી હતી. વાઘોડિયાના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવને ભાજપમાંથી ટિકિટ નહીં મળતાં વર્ષોથી ભાજપના ચિહ્ન પર ચૂંટાઈ આવતા મઘુ શ્રીવાસ્તવે પાર્ટી સામે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં તેમની કારમી હાર થઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.