તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચિંતાજનક:વાઘોડિયા મામલતદાર કચેરીમાં કોરોના ગાઈડ લાઈનના ધજાગરા

વાઘોડિયા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
સરકારી કચેરીઓમાં માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા ઉડાવતા લોકો નજરે ચઢ્યા હતા. - Divya Bhaskar
સરકારી કચેરીઓમાં માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા ઉડાવતા લોકો નજરે ચઢ્યા હતા.

વાઘોડિયા મામલતદાર કચેરીમાં આવેલ અનેક વિભાગમાં લોકોની ભીડ અને માસ્ક પહેર્યા વગરના કામ કરતા અધિકારીઓ ખુદ પોતે જ સરકારી કચેરીઓમા કોરોના ગાઈડ લાઈનના ધજાગરા ઊડાવતા નજરે ચઢ્યા છે. માસ્ક અઘિકારીઓ નથી પહેરતા એટલે કામ અર્થે આવતા લોકો પણ શોશ્યલ ડિસ્ટન્સ નથી જાડવતા. તેવામા કોરોના નિયંત્રણની સ્થિતિ આ સરકારી બાબુઓના કારણે ચિંતાજનક બને તે પહેલા તેવો સામે પગલા ભરાય તેવી લોક માંગ ઊઠી છે. એક તરફ કોરોના મહામારીમાં શોશ્યલ ડિસ્ટન્સ નહીં જાડવતા વેપારીઓ અને માસ્ક વગર ફરતા .

આમ નાગરીકો દંડાય રહ્યા છે.ત્યારે કાયદો માત્ર જનતા માટે હોય તેમ વાઘોડિયા મામલતદાર કચેરીમા આવેલ અનેક વિભાગોમા સરકારી કર્મચારીઓ પોતેજ સરકારી ગાઈડ લાઈનનુ પાલન કરતા નથી, ત્યારે જનતા જોડે આશા પણ શુ રખાય. વાઘોડિયા મામલતદાર કચેરીમા આવેલ ઈ-ધારામા લોકોના ટોળેટોળા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતા જોવા મળ્યા . ખુદ સરકારી કર્મચારીઓજ માસ્ક વગર કામ કરતા હતા, તેવામા કચેરીમા કામકાજે આવતા લોકો પણ નિયમો કેવી રિતે પાલન કરે. એક તરફ કોરોના મહામારીમા વાઘોડિયામા અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે.છતા કોરોના મહામારીની ગંભીરતાને નેવે મુકી ગાઈડ લાઈનના ઘજાગરા ઊડી રહ્યા છે. તે ખરેખર ચીંતા ઊપજાવે તેમ છે. ઈ ઘારામા જમીન દસ્તાવેજો માટે બાળકોથી માંડી મોટી ઊમરના લોકો તાલુકા તેમજ જિલ્લામાંથી આવતા હોય ત્યારે સંક્રમણ ફેલાવવાની વઘુ શક્યતા હોય છે.

રાજ્ય સરકારે કોરોનાના સંક્રમણને ઘટાડવા શહેરોમા મોડી રાતે કરફ્યુ, વેપારઘંઘાને શિલ તેમજ માસ્ક અને શોશ્યલ ડિસ્ટન્સ નહિ જાડવનાર સામે દંડની મોટી રકમ વસુલવા સુઘીની જોગવાઈ માત્ર કોરોના ગાઈડ લાઈનનો ચુસ્ત અમલ થાય, તે સારૂ જોગવાઈ કરી છે. સરકારી અઘિકારીઓની બેદરકારીથી આરોગ્યતંત્રની મહેનત પર પાણી ફેરવી દેવા છતાં કાયદાનો કસંજો અઘિકારીઓ સુઘી પહોંચી શક્યો નથી. આમ જનતા અને નોકરીઆતો માસ્ક વગર દંડાય રહ્યા છે ત્યારે નિતી નિયમોને ધોળી પીતા અઘિકારીઓ સામે દંડકીય કાર્યવાહિ ક્યારે કરવામા આવશે.કાયદો માત્ર જનતાનેજ લાગુ પડે? તેવી બુમ વાઘોડિયાની જનતામા ઊઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો