હળતાલ:વાઘોડિયા ડેપોના 170 કર્મીઓ દ્વારા સૂત્રોચ્ચાર સાથે દેખાવો

વાઘોડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્કૂલમાં પરીક્ષાઓ ચાલતી હોવાથી વાલીઓ વિમાસણમાં મૂકાયા
  • ​​​​​​​મોડી રાત્રે એસટી બસના સંગઠન દ્વારા હડતાળ સમેટી લેવાઈ

સમગ્ર રાજ્યમા ગુજરાત એસટી બસના સંગઠનોનું આંદોલન ઊગ્ર બનતા બુધવાર મઘરાતેથી કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હળતાલ પર ઊતરતા એસટી બસના પૈડા થંભી જશે. વાઘોડિયા ડેપો ખાતે કર્મચારીઓએ ભારે સુત્રોચ્ચાર સાથે દેખાવો કર્યા હતા. એસટી વિભાગના સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કસ ફેડરેશન, રાજ્ય એસટી કર્મચારી મહામંડળ અને મજદૂર મહાસંઘે સંયુક્ત આંદોલન ઊગ્ર બનાવવા આજે મઘરાત સુઘી સરકારને અલ્ટીમેટમ આપ્યુ છે. જો એસટી વિભાગની 20 જેટલી માંગણીઓ નહિ સંતોષાય તો બુધવાર મઘરાતથી તમામ કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હળતાલ પર જશે.

એક તરફ એસટી વિભાગ આંદોલન કરી બસના પૈંડા થંભાવી દેશે જ્યારે બીજી તરફ વિદ્યાર્થીઓની પરિક્ષા ચાલતી હોય ત્યારે શાળાએ કેવી રીતે પહોંચવુ તે બાબતની વિદ્યાર્થીઓ અને વાલીઓ વિમાસણમાં મુકાયા છે. જ્યારે એસટી વિભાગની હળતાલ ચાલુ રહેશે ત્યારે હજારો વિદ્યાર્થીઓને પરિક્ષામાં તકલીફ પડશે. જોકે મોડી રાત્રે એસટી બસના સંગઠન દ્વારા હડતાલ સમેટી લેવાના સમાચાર પ્રાપ્ત થયા હતા.

છોટાઉદેપુર એસટી ડેપો ખાતે સંગઠનના કર્મીઓએ એકત્રિત થઈ નારેબાજી કરી
છોટાઉદેપુર | બુધવારે છોટાઉદેપુર એસટી ડેપો ખાતે સમગ્ર સંગઠનના કર્મચારીઓ એકત્રિત થયા હતા અને નારેબાજી કરી હતી. અને જણાવ્યું હતું કે અમારા સાતમા પગાર પંચના એરિયસનો હપ્તો, વારસદારમાં નોકરીએ લેવા, મોંઘવારીનો એરિયસ, રજા બેલેન્સનો પગાર જેવી 20 માગણીઓ અમે સરકાર પાસે કરી છે. જેનું નિરાકરણ નહિ આવે તો અમે અચોક્કસ મુદતની હડતાળ કરીશું અને એસટીના પૈડાં થંભાવી દઈશું.

ડભોઈ પંથકના 50 શિડ્યુલ અને 408 ટ્રીપો બંધ થતા 1 દિવસમાં ડેપોને 3.5 લાખનું નુકસાન થશે
ડભોઈ | ડભોઇ એસટી ડેપોના કર્મચારીઓ દ્વારા બુધવારે ભારે સૂત્રોચ્ચાર કરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. એટલું જ નહીં બુધવારે રાત્રીથી પોતાની વડી કચેરીના આદેશ પ્રમાણે ડભોઇ એસટી ડેપોના કર્મચારીઓ પણ હડતાળ પર ઉતરવાના છે. એસટી નિગમ દ્વારા એસટીના કર્મચારીઓ મહત્વના 20 જેટલા પડતર પ્રશ્નોનો ઉકેલ નહિ લાવતા ગુજરાત એસટીના સંગઠનનું સંયુક્ત આંદોલન બુધવારે રાત્રે 12 વાગ્યાથી શરૂ થયા છે. ડભોઇના 50 સિડ્યુલ અને 408 જેટલી ટ્રીપો બંધ રહેશે. જેથી એક દિવસના રૂા. 3.5 લાખ ડભોઇ ડેપોને નુકસાન જશે.

અન્ય સમાચારો પણ છે...