માગ:વાઘોડિયાના ભણીયારા-અમરેશ્વર રોડનું કામ તાકીદે ચાલુ કરાવવા માગ

વાઘોડિયા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
રોડ બાબતે વિરોધ પ્રદર્શન કરી રહેલા ગ્રામજનો. - Divya Bhaskar
રોડ બાબતે વિરોધ પ્રદર્શન કરી રહેલા ગ્રામજનો.
  • કામ શરૂ નહીં થાય તો ચક્કાજામ, ધરણાંની ચીમકી ઉચ્ચારી
  • તંત્રને દસ દિવસમાં કામ શરૂ કરાવવા ઉમેદવારની સૂચના

વાઘોડિયા તાલુકાના છેવાડે આવેલા ભણીયારા- અમરેશ્વર રોડની કામગીરી ત્રણ વર્ષથી અઘુરી રખાતા વાઘોડિયા વિઘાનસભાના સંભવિત ઊમેદવાર ઘર્મેન્દ્રસિંહ વાઘેલા લોકોની સમસ્યાને વાચા આપવા અમરેશ્વર ગામે પહોંચ્યા હતા. સાથે ખાડાની વણજાર સમો કુમેઠા, ભણીયારા, ગણેશપુરા અને અમરેશ્વરના ગ્રામજનો સાથે રહી લોકોની રજુઆત સાંભળ્યાં બાદ તંત્રને દસ દિવસમા કામ શરુ કરાવા સુચના આપી હતી. નહિતો કલેક્ટર કચેરીએ ઘરણા કરી જરૂર પડ્યે વડોદરા હાલોલ રોડ પર ચક્કાજામ કરવાની ચિમકી ઊચ્ચારી હતી.

વાઘોડિયા વિઘાનસભા 136મા આવતા ગામોની ધારાસભ્ય મધુ શ્રી વાસ્તવે કરેલા કરોડો રુપીયાના રોડના ખાતમુર્હત બાદ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી અઘુરી રખાતા છેલ્લા ત્રણ વર્ષથી આ વિસ્તારના ગ્રામજનો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ધારાસભ્ય મઘુ શ્રી વાસ્તવને ગ્રામજનોએ રજુઆત કર્યા બાદ પણ સમસ્યાનો ઊકેલ નહિ આવતા વાઘોડિયા વિઘાનસભાના સંભવીત ઊમેદવા ઘર્મેન્દ્રસિંહ બાપુનો સંપર્ક ગ્રામજનોએ કર્યો હતો. સાવલીને જોડતો આ રોડ પર ઠેકઠેકાણે ખાડાનું સામ્રાજ્યા છે. છેલ્લા આઠ વર્ષમા એકપણ વાર રોડ બન્યો નથી. વિકાસના નામે કામોના ખાતમુર્હત કરાવી શાબાસી લેનાર નેતાઓને પ્રજાની સુવિધામાં કોઈ રસ નથી રહ્યો તેવું લાગી રહ્યુ છે.

મિડીયામા ધારે તે કરાવે તે ધારાસભ્ય એવુ કહેનાર મઘુ શ્રી વાસ્તવનુ જોર અઘિકારીઓ સામે નથી ચાલતુ, અથવા તો કામ પુરા કરાવામા રસ નથી. રસ છે તો માત્ર ખાત મુર્હત કરાવવામા, પછી પ્રજા ના કામો થાય કે ન થાય. આ રોડનુ કામ ખાતમુર્હત બાદ 20-21માં પુર્ણ થવાનુ હતુ તે પણ નથી થયુ. બાપુએ ધારાસભ્ય મધુ શ્રી વાસ્તવને આડે હાથ લેતા જણાવ્યું હતું કે રોડ રસ્તા અને પિવાના પાણીમા મોટો ભ્રષ્ટાચાર આચરાયો છે. નર્મદાના પાણી ઘરેઘર પહોંચ્યા નથી. મસિહા બની લોકોને છેતરી રહ્યા છે. સ્થાનિક પરીસ્થીતી ધારાસભ્ય જુએ તો ખબર પડે કે હકિકત શુ છે.

આ રોડની સમય મર્યાદા પુર્ણ થવા છતાં કામ અઘુરા છે. આ વિસ્તારના ગ્રામજનો વડોદરા - હાલોલ રોડ પર ચક્કાજામ કરશે. સાથેજ કલેક્ટર કચેરીએ ધરણાં કરશે, તેમ જણાવ્યુ હતુ. આ માટે કંઈ પણ થાય તો જવાબદારી તંત્રના માથે રહેશે તેવો હુંકાર કર્યો હતો. આશરે 100 ઊપરાંત આસપાસના ગ્રામજણોએ સુત્રોચ્ચાર સાથે પોતાની વ્યથા જણાવી હતી.

મહિનાઓ બાદ પણ કામ શરૂં થયુ નથી
મુછોપર તાવ દઈ ધારાસભ્ય વિકાસની વાતો કરે છે અમે ગ્રામજનોએ રજુઆત કરતા ત્રણ દિવસમા કામ શરુ કરાવવાનુ આશ્વાસન આપ્યુ હતુ, પરંતુ મહિનાઓ બાદ પણ આજ દિન સુઘી કામ શરુ થયુ નથી.
> દિપકભાઈ પટેલ, ગણેશપુરા.

ગ્રામજનો સાથે રહી આંદોલન કરીશુ
રોડ- રસ્તા, પાણીની લાઈનો, પંચાયતોમા અઘિકારી અને પોતાના માણસ સાથે મળી માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે. અંગત સગાઓ અને તંત્ર સાથેની મિલીભગતથી આ માણસ છકી ગયા છે કે ગ્રામજનોની રજુઆત બાદ પણ અધુરા રોડના કામો શરુ કરાવતા નથી. આ રોડની કટકીકોણ ખાઈ ગયુ? ગ્રામજનો સાથે રહી આંદોલન કરીશુ જેની જવાબદારી તંત્રની રહેશે. > ઘર્મેન્દ્રસિંહ વાઘેલા, ધારાસભ્યના દાવેદાર

અન્ય સમાચારો પણ છે...